ટૂલકિટ સૌમ્યા વર્મા નામની એક મહિલાએ તૈયાર કર્યુ :સંબિત પાત્રા

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલુ છે અને બીજી તરફ રાજનૈતિક પાર્ટીઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપથી ઉપર નથી આવી રહ્યા. કોંગ્રેસ તરફથી કથિત ટૂલકિટ મામલાને લઈને ભાજપ હુમલાખોર બની છે. મંગળવારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા બાદ બુધવારે ફરી ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપ વિપક્ષના આરોપોથી ઢાક પીછોડો કરતી હોય એવું ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્ર પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે ટૂલકિંટ પર જવાબ આપવા માટે કોંગ્રેસ પાર્ટી અમારા પર પલટવાર કરી રહી છે અને ફરિયાદ નોંધવા પર ભાર મુકી રહી છે. સંબિત પાત્રાએ ટૂલકિટ પર નવો ખુલાસો કરતા કહ્યુ કે પાર્ટી માટે ટૂલકિટ સૌમ્યા વર્મા નામની એક મહિલાએ તૈયાર કર્યુ અને આ ટૂલકિટના માધ્યમથી પાર્ટી દેશમાં ભ્રમ ફેલાવી રહી છે.
સંબિત પાત્રાએ કહ્યુ કે સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે ટૂલકિટના માધ્યમથી પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંબિત પાત્રાએ એક ટ્વીટ કરી લખ્યુ કે ગત દિવસોમાં કોંગ્રેસ પૂછી રહી હતી કે ટૂલકિટ નિર્માત કોણ છે. તેવામાં હવે તમે પેપર્સી પ્રોપર્ટી ચેક કરી લો. લેખક સૌમ્યા વર્મા. હવે આ સૌમ્યા વર્મા કોણ છે. પુરાવા જુબાની આપી રહ્યા છે. હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જવાબ આપે.
સંબિત પાત્રાએ પોતાના ટ્વીટમાં અનેક તસવીરો શેર કરી છે અને જણાવ્યુ છે કે સૌમ્યા વર્મા કોંગ્રેસ નેતા રાજીવ ગૌડાના કાર્યાલયમાં કામ કરતા હતા. આ તસવીરોમાં કોંગ્રેસના અનેક નેતાઓ સાથે સૌમ્યા વર્માની તસવીરો છે. જેમાં એક તસવીર રાહુલ ગાંધીની સાથે પણ છે.