Western Times News

Gujarati News

ટેકઓફ વેળા એર એમ્બુલન્સનું એક ટાયર અલગ થઈ ગયું

મુંબઈ: નાગપુરથી હૈદરાબાદ જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ગુરુવારે પૂર્ણ ઈમરજન્સીની જાહેરાત કરાવમાં આવી. આ એર એમ્બ્યુલન્સ જે દર્દીઓને લઈને નાગપુરથી હૈદરાબાદ જઈ રહી હતી, તેને વચ્ચે મુંબઈ તરફ ડાયવર્ટ કરવી પડી. જાણવા મળ્યા મુજબ, ફ્લાઈટ જ્યારે નાગપુરથી ટેક ઓફ કરવા જઈ રહી હતી, ત્યારે તેનું એક ટાયર અલગ થઈ જમીન પર પડી ગયું. એવામાં એ ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. જેટ સેર્વે એવિએશન દ્વારા સંચાલિત ઝ્ર-૯૦ વીટી-જીઆઈએલ એરક્રાફ્ટ નાગપુરથી હૈદરાબાદ જઈ રહી હતી.

એર એમ્બ્યુલન્સમાં કુલ પાંચ લોકો હતા, જેમાં ૨ ક્રૂ મેમ્બર્સ, એક ડોક્ટર અને દર્દી સામેલ હતા. પરંતુ જેવી એ એર એમ્બ્યુલન્સ નાગપુરથી ટેકઓફ થઈ, તેમાં કેટલીક સમસ્યાઓ આવવા લાગી. જાણવા મળ્યું કે, નાગપુર એરપોર્ટથી જ્યારે ટેકઓફની તૈયારી કરી રહી હતી, ત્યારે એક વ્હીલ જ અલગ થઈ ગ્રાઉન્ડ પર પડી ગયું. પરિસ્થિતિની ગંભીરતાને જાેતા ફ્લાઈટના પાયલટે સમજદારી બતાવી અને બેલી લેન્ડિંગ કરવાનો ર્નિણય લીધો. પરિણામે એ ફ્લાઈટનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું. હવે, દર્દીને મુંબઈની જ એક હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવાયો છે.

આ ઘટના બાદ મુંબઈ એરપોર્ટ તરફથી પણ એક નિવેદન જાહેર કરાયું છે. તેમાં કહેવાયું છે કે, એક એર એમ્બ્યુલન્સનું ગુરુવારે રાત્રે ૯.૦૯ કલાકે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવાયું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પહેલેથી જ દરેક જરૂરી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. જણાવાયા મુજબ, સુરક્ષિત લેન્ડિંગ માટે રનવે પર ફોમ પણ નાખીને તૈયાર રખાયું હતું. જાેકે, સદનસીબે આગની કોઈ ઘટના બની ન હતી

એર એમ્બ્યુલન્સ સુરક્ષિત લેન્ડ થઈ ગઈ હતી. જાેકે, આ ઘટનાથી બધા આશ્ચર્યમાં છે. એક એર એમ્બ્યુલન્સમાં આટલી મોટી બેદરકારી એક મોટો સવાલ ઊભો કરી રહી છે. હવે આ બેદરકારી કયા સ્તર પર થઈ છે, તે તપાસનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.