ટેકનિકલ કોર્સિસઃ ૩૦મી જુલાઈ સુધીમાં પ્રવેશ, ૧ લી ઓગષ્ટથી શૈક્ષણિક સત્ર
(એજન્સી) અમદાવાદ, ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ કોર્સિસમાં આગામી શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩ના પ્રવેશ પ્રક્રિયા માટે ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા શિલડ્યુલ જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ ૩૦મી જુલાઈ સુધીમાં ટેકનિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂૃણ કરાશે અને ૧લ્ી ઓગષ્ટથી શૈક્ષણિક સત્ર શરૂ થશે.
ધો.૧ર સાયન્સ પછીના ઈજનેરી ફાર્મસી સહિતના યુજી ટેકનિકલ કોર્સિસમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું શિડયુલ દર વર્ષે ટેકનિકલ કાઉન્સીીલ દ્વારા જાહેર કરવાનું છે જે મુજબ જે તે રાજયમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે અને એકેડેમિક ટર્મ શરૂ કરવાની હોય છે.
શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩ માટે ટેકનિકલ કાઉન્સીલે જાહેર કરેલા સંભવિત કાર્યક્રમ મુજબ પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ ૩૦મી જૂન પહેલા પૂર્ણ કરવાનો રહેશે. તેમજ બીજાે એડમિશન રાઉન્ડ ૧૦મી જુલાઈ પહેલા અને ત્રીજાે અને અંતિમ રાઉન્ડ ર૦મી જુલાઈ પહેલાં પૂર્ણ કરવાનો રહેશે. જ્યારે ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકો પર કોલેજાેએ ૩૦મી જુલાઈ સુધીમાં પ્રવેશ આપી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જ્યારે ૧લી ઓગષ્ટથી શૈક્ષણિક સત્ર શરૂ કરાશે.
ટેકનિકલ કા.ન્સીલ દ્વારા ૧૦મી એપ્રિલ સુધી કોલેજાેને મંજુરી કે નામંજુરી માટેની પ્રક્રિયા પૂૃણ કરી દેવાશે. અને ૧પમી મે સુધીમાં રાજ્ય સરકાર અને યુનિવર્સિટી દ્વારા એફિલિએશન મંજુર કરવાની કે નામંજુર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. મહત્ત્વનુ છે કે ટેકનિકલ કાઉન્સીલ દ્વારા આ સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ કાર્યક્રમ મુજબ ર૦રર-ર૩ ના વર્ષ માટે પ્રક્રિયા પૂર્ણ કરવો મુશ્કેલી થશે.
કારણ કે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે મોડી શરૂ થઈ રહી છે. અને જેના પરિણામ મે ના અંત સુધીમાં જાહેર થશે. તેમજ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ ર૮મી એપ્રિલથી શરૂ થનાર છે. પરિણામો મોડા આવતા ત્યારબાદ રજીસ્ટ્રેશન સહિતની પ્રક્રિયામાં મોડુ થાય એમ હોવાથી કાઉન્સીલ આગળ નવી સુધારેલો કાર્યક્રમ જાહેર કરી મુદત વધારવી પણ પડી શકે છે.