“ટેકનોલોજી અને નવીનીકરણ વિશે ગાંધીના વિચારો” પર વ્યાખ્યાન
વાસદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની #Gandhi ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી ના ભાગરૂપે એસ. વી.આઈ.ટી. SVIT ખાતે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવા માં આવનાર છે જેના ભાગરૂપે આ પ્રથમ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. દેશના યુવાનો યુગપુરુષ મહાત્મા ગાંધી વિશે જાણે , તેમને સમજે અને તેમના સિદ્ધાંતો ને પોતા ના જીવન માં ઉતારે તે હેતુ થી “ટેકનોલોજી અને નવીનીકરણ વિશે ગાંધીના વિચારો” પર એક વ્યાખ્યાન નુ યોજવામાં આવ્યું હતું.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના GTU આસિસ્ટન્ટ રજીસ્ટર શ્રી અશોક ચાવડા Asst. Registrar Ashok Chavda દ્વારા આ વિશે એન.એસ.એસ.યુનિટ, એસ. વી. આઇ. ટી. ના સ્વયંસેવકો ને સંબોધિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત માં ડૉ. સોહિલ પંડ્યા Dr. Sahil Panday HoD MCA Department (એચ.ઓ.ડી.- એમ.સી.એ. ડિપાર્ટમેન્ટ) દ્વારા સ્વાગત પ્રવચન કરવા માં આવ્યું હતું. ત્યાર બાદ એન.એસ.એસ. યુનિટ દ્વારા મુખ્ય અતિથિ ડોક્ટર અશોક ચાવડા અને અન્ય મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવા માં આવ્યું હતું.
આ પ્રસંગે પોતા ના પ્રાસંગિક પ્રવચન માં ડૉ. અશોક ચાવડા સાહેબે જણાવ્યું હતું કે ગાંધીજી ખુબ સાદુ, સરલ એટલે કે એક મહાત્મા નું જીવન જીવ્યા છે. ગાંધીજી નું માનવું હતું કે વ્યક્તિ ને તેના જીવનનિર્વાહ માટે કુદરત પાસે થી જેટલી જરૂર હોય તેને તેટલું જ લેવું જોઈએ. કુદરત ની અસીમ સંપત્તિ પર દરેક જીવ નો અધિકાર છે તેને નુકસાન પહોંચાડવા નું કે તેનો દુરુપયોગ કરવા નો કોઈ ને અધિકાર નથી.
ગાંધીજી ટેકનોલોજી અને નવીનીકરણ ની સાથે સાથે વિદેશી ચીજ-વસ્તુઓ ના ઉપયોગ નો આગ્રહ રાખતા હતા. જેથી દરેક નાગરિકને પોતાના જીવનનિર્વાહ માટે, આજીવિકા માટે, કામકાજ મળી રહે અને દરેક વ્યક્તિને રોજગારી મળી રહે. આ પ્રસંગે એસ.વી. આઇ.ટી. ના આચાર્ય ડૉ. એસ.ડી. ટોલીવાલ સર એ વિદ્યાર્થીઓ ને ગાંધીજી ના જીવન ની સંઘર્ષ ની વાતો કરી હતી અને સંઘર્ષ કરી તેઓ કેવી રીતે આગળ આવ્યા તેની માહિતી આપી હતી તથા ગાંધીજી ના માર્ગે ચાલવાની સલાહ આપી હતી.
આ ક્ષણો ને સદાય યાદગાર રાખવા માટે એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો સાથે કોલેજ કેમ્પસ માં ડૉ. અશોક ચાવડા ના હસ્તે વૃક્ષારોપણ નું કાર્યક્રમ કરવા માં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના સ્વયંસેવક રવિ દવે દ્વારા પ્રોગ્રામ ઓફિસર શ્રી વિકાસ અગ્રવાલ ની દેખરેખ માં કરવા માં આવ્યું હતું.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ Bhaskar Patel, સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ Bhavesh Patel, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ Deepak Patel, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ J. N. Shah અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ S. D. toliwal અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છા ઓ પાઠવવા મા આવી હતી.