ટેક્ટોનિક પ્લેટોના નવા જ નકશાએ દુનિયાને ચોંકાવી
યુરોપ તરફ ખસકી રહ્યું છે ભારત!
આવનારા દિવસોમાં આ બે પ્લેટોની ટક્કરથી હિમાલય સહિત ઉત્તર ભાગોમાં ભયાનક ભૂકંપ આવી શકે:રિસર્ચ
મેલબોર્ન,
દુનિયાભરમાં આવતા ભૂકંપો માટે ધરતીના પેટાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટોને જવાબદાર જણાવાય છે. આ પ્લેટો જ્યારે એકબીજા સાથે ટકરાય છે, તો તેનાથી ભૂકંપના ઝટકા અનુભવાય છે. ઘણી વખત તો તેના ટકરાવાથી સુનામી જેવી સ્થિતિ પણ ઊભી થઈ જાય છે.હવે, ઓસ્ટ્રેલિયાના ભૂસ્તરશાસ્ત્રીઓએ ધરતી પર રહેલા બધી ટેક્ટોનિક પ્લેટોનો એક નવો નકશો તૈયાર કર્યો છે. તેમાં જાેવા મળી રહ્યું છે કે, ભારતની નીચે રહેલી ઈન્ડિયન પ્લેટ ઝડપથી ઉત્તર દિશામાં રહેલી યુરેશિયાઈ પ્લેટ તરફ ખસકી રહી છે. તેનાથી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આવનારા દિવસોમાં આ બે પ્લેટોની ટક્કરથી હિમાલય સહિત ઉત્તર ભાગોમાં ભયાનક ભૂકંપ આવી શકે છે.ટેક્ટોનિક પ્લેટોનો આ નકશો એડિલેટ યુનિવર્સિટીના રિસર્ચર્સએ તૈયાર કર્યો છે. આ રિસર્ચ ટીમનું નેતૃત્વ કરનારા એડિલેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સના લેક્ચરર ડો. ડેરિક હેસ્ટરોકએ જણાવ્યું કે, ‘અમે ટેક્ટોનિક પ્લેટની સીમા ક્ષેત્રોના લેઆઉટ અને મહાદ્વીપીય ક્રસ્ટના અગાઉના નિર્મામનો અભ્યાસ કર્યો.
મહાદ્વીપના એકપછી એક કેટલાક ટુકડાની જેમ જાેડાયા. આ જાેડાણ એક કોયડા જેવું હતું. એક કોયડો પૂરો થાય એટલે બીજાે સામે આવી જતો હતો. એટલે કે, એ ટુકડા ફરી વિખેરાઈ જતા હતા. ફરીથી જાેડીને એક નવી તસવીર બનતી હતી. અમારી સ્ટડી ભૂસ્તરશાસ્ત્રીઓ માટે મદદરૂપ છે. તે એ બધા ભાગો પર પ્રકાશ ફેંકે છે, જેના ટુકડાને જાેડવાથી પહેલી તસવીર બની.’
રિસર્ચમાં જણાવાયું છે કે, ટેક્ટોનિક પ્લેટ્સનો બાઉન્ડ્રી ઝોન ધરતીના ક્રસ્ટનો ૧૬ ટકા જ્યારે મહાદ્વીપોનો ભાગ કવર કરે છે. ટીમે ત્રણ નવા જિયોલોજિસ્ટ મોડલ તૈયાર કર્યાઃ એક પ્લેટ મોડલ, એક પ્રાંત મોડલ અને એક ઓરોજેની મોડલ. ઓરોજેની મોડલ મહાદ્વીપ પર પહાડોના બનેલા મિકેનિઝમથી સંબંધિત છે.
ટીમે જણાવ્યું કે, રિસર્ચ દરમિયાન તેમને ૨૬ ઓરોજેનીની જાણ થઈ. તેના કારણે જ અલગ-અલગ મહાદ્વીપોમાં પહાડોનું નિર્માણ થયું. તેમાંથી કેટલાક તો સુપરકોન્ટિનન્ટના નિર્માણ સાથે પણ સંબંધિત છે.ડો. હેસ્ટરોકે કહ્યું કે, અમારું કામ અમને પાઠ્યપુસ્તકોમાં રહેલા ટેક્ટોનિક પ્લેટોના નકશા અને મહાદ્વીપોની રચનાને અપડેટ કરવાની મંજૂરી આપે છે. તેમણે જણાવ્યું કે, જૂની ટેક્ટોનિક પ્લેટો અને નકશાને ટોપોગ્રાફિક મોડલ અને ગ્લોબલ સિસ્મેસિટી દ્વારા ડિઝાઈન કરાયા હતા. આ નકશા ૨૦૦૩ પછીથી અપડેટ કરાયા નથી.
નવા પ્લેટ મોડલમાં મેક્વેરી માઈક્રોપ્લેટ સહિત ઘણા નવા માઈક્રોપ્લેટ સામેલ છે, જે તસ્માનિયાના દક્ષિણમાં સ્થિત છે.તેમાંથી જ એક કેપ્રિકોન માઈક્રોપ્લેટ ઈન્ડિયન અને ઓસ્ટ્રેલિયન પ્લેટોને અલગ કરે છે. તેમણે જણાવ્યું કે, પ્લેટ મોડલમાં સૌથી મોટું પરિવર્તન પશ્વિમી ઉત્તર અમેરિકામાં થયું છે. બીજાે મોટો ફેરફાર મધ્ય એશિયામાં છે. નવા મોડલમાં હવે ભારતના ઉત્તરમાં પણ બધા ડિફોર્મેશન ઝોન રહેલા છે. તેનાથી જાણવા મળે છે કે, ઈન્ડિયન પ્લેટ યુરેશિયન પ્લેટ તરફ ખસકી રહી છે. અર્થ-સાયન્સ રિવ્યુઝ જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચ પેપરમાં પૃથ્વીના પેટાળ અંગે ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપવામાં આવી છે.sss