ટેક્નો ધનકુબેરોની સંપત્તીમાં ૬૭ અબજ ડોલરનો ઘટાડો

વોશિંગ્ટન, અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજનો દર વધારશે એ નિશ્ચિત થયા પછી શેરબજારમાં જે વેચવાલી જાેવા મળી છે તેમાં વિશ્વના ધનિકોની સંપત્તિમાં જંગી ઘટાડો જાેવા મળ્યો છે. વિશ્વના ટોચના પાંચ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત ધનકુબેરોની સંપત્તિમાં ગત સપ્તાહમાં ૬૭ અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ ઉપરથી જાણવા મળે છે.
અમેરિકન શેરબજારમાં ટેકનોલોજી કંપનીઓના સ્ટોક એક્સચેન્જ નાસ્ડાકનો મુખ્ય નાસ્ડાક ૧૦૦ ઇન્ડેક્સ નવેમ્બર મહિનામાં ઓલ ટાઈમ હાઈ ૧૬,૭૬૪ થયા પછી સતત ઘટી રહ્યો છે અને શુકવારે ૧૪,૪૩૮ બંધ રહ્યો હતો જે ૧૩.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ઇન્ડેક્સની ૧૦૦ કંપનીઓમાંથી ૮૩ કંપનીઓના શેરના ભાવ તા. ૧ જાન્યુઆરી પછી ઘટેલા જાેવા મળી રહ્યા છે.
વિશ્વમાં સૌથી ધનિક અને ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કની સંપત્તિ ગત એક જ સપ્તાહમાં ૨૫ અબજ ડોલર ઘટી ગઈ છે. જાેકે, હજુ પણ તેમણે સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નવેમ્બર મહિનામાં જયારે શેરબજારો તેજીમાં હતા ત્યારે બ્લુમબર્ગના અહેવાલ અનુસાર મસ્કની સંપત્તિ ૨૪૩ અબજ ડોલર હતી એ પછી અત્યારે તેમની સંપત્તિ ૧૬૮ અબજ ડોલર આંકવામાં આવી રહી છે એટલે કે બે મહિનામાં તેમની સંપત્તિમાં ૬૩ અબજ ડોલરનો ઘટાડો જાેવા મળ્યો છે.
સંપત્તિના કારણે ગત વર્ષે મસ્કે ૧૫ અબજ ડોલરનો ટેક્સ ચૂકવવો પડ્યો હતો. ટ્વીટર ઉપર લોકોની સહમતિ મેળવી તેમણે ૧૦ ટકા શેર વેચ્યા પછી તેમની સંપત્તિમાં જાેરદાર ઘટાડો જાેવા મળી રહ્યો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્તિ ૨૦ અબજ ડોલર ઘટી ગઈ છે. ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ ૧૦.૪ અબજ ડોલર, ગુગલના લેરી પેજની ૭.૬ અબજ ડોલર અને બીલ ગેટ્સની સંપત્તિમાં ૪.૩ અબજ ડોલરનો ઘટાડો જાેવા મળ્યો છે.
ક્રીપ્ટોકરન્સીમાં આવેલા જાેરદાર કડાકાના કારણે બીનાન્સ નામની કરન્સીના ફાઉન્ડર ચેંગપેંગ ઝાહોની સંપત્તિમાં ૧૭.૭ અબજ ડોલરનો જંગી ઘટડો જાેવા મળ્યો છે.SSS