ટેક્સ વસૂલી સામે ટ્રાવેલ્સ સંચાલકો RTO માં બસો જમા કરાવી ધરણા પર બેઠા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/IMG_20210330_141635-1024x457.jpg)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ ટુર એન્ડ ટ્રાવેલ્સ એશોસીએશન દ્વારા આરટીઓ કચેરીએ કોરોનાકાળ માં ટેક્સ વસૂલી સામે વિરોધ અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત સાથે ધરણા યોજવામાં આવ્યા હતા.
કોરોનાકાળ માં ટ્રાવેલ્સના ધંધા રોજગારી પડી ભાગતા ઉભેલી બસોના પણ ટેક્સ વસુલાવામાં આવતા ટ્રાવેલસો માં રોષ જોવા મળી રહ્યો છે.
જે સામે વિરોધ વ્યક્ત કરી ભરૂચ જીલ્લાના ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાની બસો આરટીઓ કંપાઉન્ડ માં ખડકી દઈ એ.આર.ટી.ઓ એમ.એસ.પંચાલ ને આવેદનપત્ર પાઠવી હાલ માં પ્રતીકાત્મક રીતે થોડી બસ સરેન્ડર કરી છે.પરંતુ તે બાદ પણ અસહ્ય બનેલ ટેક્સ વસુલવાનું ચાલુ રહેશે તો તમામ બસ આ રીતે મૂકી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ટ્રાવેલ્સ એશોસીએશન સંચાલકોએ આરટીઓ કચેરીમાં જ બેઠા ઘરના પર બેસી તેમનો વિરોધ દર્શાવ્યો હતો.ભરૂચના એઆર ટીઓ એમ.એસ.પંચાલે ટ્રાવેલરસો ની રજુઆત ને ઉચ્ચસ્તરે મોકલી તેમની લાગણી દર્શાવાશે તેમ કહ્યું હતું. કોરોનાકાળ માં ટ્રાવેલર્સ નો બિઝનેસ સાવ પડી ભાંગ્યો છે ત્યારે સરકાર તેમની માંગણી સંદર્ભે શુ નિર્ણય કરે છે તે જોવું રહ્યું.