ટેક ઓફ બાદ રડારથી ગૂમ થયું જાપાનનું ફાઇટ જેટ એફ-૧૫: ક્રેશ થયાની આશંકા

ટોક્યો, જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સનાં લડાકુ વિમાન એફ-૧૫ ઉડાન ભર્યા બાદ રડારથી ગૂમ થઇ ગયો છે. આ વિમાને સેન્ટ્રલ જાપાનનાં કોમત્સુ એરબેઝ થી ઉડાન ભરી હતી. અને પાંચ કિલોમીટર બાદ જાપાન સાગરનાં ઉપર તેનું કેન્કશન રડારથી તૂટી ગયુ હતું. રિપોર્ટ અનુસાર તેમાં બે ક્રૂ મેમ્બર સવાર હતાં. આ જેટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિમાનનું દુર્ઘટનાગ્રસ્ત થયાની આશંકા છે. જાેકે અધિકૃત રીતે તે અંગે કોઇ જાણકારીસામે આવી નથી.
સર્ચ ઓપરેશનમાં તે વિસ્તારમાં કેટલીક તરતી વસ્તુઓ મળી છે જ્યાં વિમાનનાં રડારથી સંપર્ક તુટ્યો હતો. હાલમાં એક્સપર્ટ્સની ટીમ તેની તપાસ કરી રહી છે જાેવાની વાત એ છે કે, તપાસમાં શું માહિતી સામે આવે છે તેની રાહ જાેવાઇ રહી છે. રિપોર્ટ મુજબ આ લડાકૂ વિમાન તે સ્કાઉડ્રોનનું હતું. જે ટેક્ટિકલ ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન એનેમી એરક્રાફ્ટનાં રૂપમાં કામ કરે છે. હાલમાં યુદ્ધનાં ધોરણે તેનું તપાસ અભિયાન ચાલુ છે.
જાપાની રક્ષઆ મંત્રાલયનું કહેવું છે કે, સેન્ટ્રલ જાપાનનાં ઇશિકાવા પ્રાંતમાં કોમત્સુ એરબેઝથી ઉડાન ભર્યા બાદ વિમાન જાપાન સાગરની ઉપર જઇ રડારની બહાર પહોંચી ગયું હતું. મંત્રાલયને આશંકા છે કે વિમાન દુર્ધટનાગ્રસ્ત થયુ હોઇ શકે છે. હાલમાં તેને શોધવાનું અભિયાન ચાલુ છે જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સનાં હ્લ-૩૫છ સ્ટીલ્થ જેટ વર્ષ ૨૦૧૯માં સમુદ્રમાં દુર્ધટનાગ્રસ્ત થયુ હતું. જેને શોધવા ઘણી મહેનત કરવામાં આવી તી. આશરે ૨ વર્ષ બાદ એખ વખત ફરી આવી મોટી ઘટના સામે આવી છે.
જાપાન વાયુ સેનામાં આ પ્રકારની ઘટના ઘણી વખત થઇ છે. જેમાં ૨૦૧૯ની ઘટના પણ શામેલ છે જ્યારે પાયલટે સ્થાનિક રસ્તો ભૂલી ગયો હતો અને બાદમાં હ્લ-૩૫ સ્ટીલ જેટ સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ ક્રેશ બાદ વિમાનનાં પાયલટ અને રહસ્યોને માલૂમ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી.HS