Western Times News

Gujarati News

ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO 1લી ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

બિડ/ઓફર ખુલવાની તારીખ – 1 ડિસેમ્બર, 2021, બુધવાર અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – 03 ડિસેમ્બર, 2021, શુક્રવાર

અમદાવાદ, કોલકાતાની ટેગા ઇન્ડસ્ટ્રીઝે એના પ્રથમ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 443થી રૂ. 453 નક્કી કરી છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“કંપની”)નો આઇપીઓ 01 ડિસેમ્બર, 2021ને બુધવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે

અને 03 ડિસેમ્બર, 2021ને શુક્રવારે બંધ થશે. રોકાણકારો લઘુતમ 33 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને પછી 33 શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

કંપની 30 જૂન, 2021ના રોજ વેચાણને આધારે આંતરરાષ્ટ્રીય મિનરલ બેનિફિશિએશન, માઇનિંગ અને બ્લક સોલિડ સંચાલન ઉદ્યોગ માટે સ્પેશ્યલાઇઝ ‘ઓપરેટ કરવામાં મહત્વપૂર્ણ’ અને રિકરિંગ કન્ઝ્યુમેબ્લ ઉત્પાદનોની અગ્રણી ઉત્પાદક અને વિતરક છે.

આઇપીઓ સંપૂર્ણપણે વિક્રેતા શેરધારકો દ્વારા 1,36,69,478 ઇક્વિટી શેર સુધી, મદન મોહન મોહન્કા દ્વારા 33,14,657 ઇક્વિટી શેર સુધી, મનિષ મોહન્કા દ્વારા 6,62,931 ઇક્વિટી શેર (મદન મોહન મોહન્કા સાથે સંયુક્તપણે)

(“પ્રમોટર વિક્રેતા શેરધારકો”) અને વેગ્નેર લિમિટેડ દ્વારા 96,81,890 ઇક્વિટી શેર સુધી (રોકાણકાર વિક્રેતા શેરધારકો)ની વેચાણની ઓફર (“વેચાણ માટે ઓફર”) છે. કંપનીને ઓફરમાંથી કોઈ આવક થશે નહીં.

સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે કંપની અને વિક્રેતા શેરધારકો એન્કર રોકાણકારોની ભાગીદારીનો વિચાર કરવા ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે વિચારણા કરી શકે છે, જેમની ભાગીદારી બિડ/ઓફર ખુલવાની તારીખ અગાઉ એક ચાલુ દિવસ એટલે કે 30 નવેમ્બર, 2021, મંગળવારે થશે.

આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો, 1957ના નિયમ 19(2)(બી), જેમાં સુધારા મુજબ, સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી છે. સેબી આઇસીડીઆર નિયમનોના નિયમન 6(1)ને અનુસરીને ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે,

જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ સંસ્થાગત બાયર્સને ઉપલબ્ધ કરવામાં આવશે, મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત રોકાણકારોને અને મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

ટેગા ઇન્ડસ્ટ્રીઝ માઇનિંગ અને મિનરલ પ્રોસેસિંગના વિવિધ તબક્કાઓમાં મિનરલ બેનિફિસિએશન, માઇનિંગ અને બલ્ક સોલિડ સંચાલન ઉદ્યોગમાં સ્ક્રીનિંગ, ગ્રાઇન્ડિંગ અને મટિરિયિલ હેન્ડલિંગ સહિત તમામ પ્રકારની સેવાઓ દુનિયાના ટોચના ક્લાયન્ટને આપે છે, જેમાં વેર, સ્પેર-પાર્ટ્સ, ગ્રાઇન્ડિંગ મીડિયા અને પાવર પર આફ્ટર-માર્કેટ ખર્ચ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આવકને આધારે ટેગા ઇન્ડસ્ટ્રીઝ 30 જૂન, 2021 સુધી પોલીમર-આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે.

એના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 55થી વધારે મિનરલ પ્રોસેસિંગ અને સામગ્રી સંચાલન ઉત્પાદનો સામેલ છે, જે માઇનિંગ ઉપકરણ, એગ્રીગેટ ઉપકરણ અને મિનરલ ક્ષેત્રમાં ઉપભોગક્ષમ ઉદ્યોગમાં બહોળા સમાધાનોને આવરી લે છે.

નાણાકીય વર્ષ 2019-20માં કામગીરીમાંથી આવક રૂ. 684.85 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2020-21માં 17.62 ટકા વધીને રૂ. 805.52 કરોડ થઈ હતી, જે માટે ઉત્પાદનોના વેચાણમાં વધારો જવાબદાર હતો.

વળી કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 65.50 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 136.41 કરોડ થયો હતો. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (“BRLM”) છે – એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ.

અહીં ઉપયોગ થયેલા અને ચોક્કસ પરિભાષિત ન કરેલા તમામ મૂડીકૃત શબ્દોનો અર્થ મુંબઈમાં મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“RoC”)માં 23 નવેમ્બર, 2021ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) મુજબ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.