ટેટૂ આર્ટિસ્ટ નાક-કાન કાપીને શેતાન બની ગયો

નવી દિલ્હી, અત્યારસુધી સુધી તમે એવા લોકો વિશે સાંભળ્યું હશે, જેમણે પોતાની સુંદરતા વધારવા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને સર્જરી કરાવી હોય. પરંતુ, દુનિયામાં એવા લોકો પણ છે જેમણે પોતાનો ચહેરો બગાડવા માટે પૈસા ખર્ચ્યા હોય! વેનેઝુએલાના એક એવા જ વ્યક્તિએ પોતાને માણસમાંથી શેતાન બનાવી નાખ્યો છે.
વાત એમ છે કે, હેનરી રોડ્રિગુએજ નામના ટેટૂ આર્ટિસ્ટે પોતાને માર્વલ કોમિક્સના સુપરવિલેન રેડ સ્કલ જેવો બનાવવા માટે પોતાનો ઓરિજનલ ચહેરો જ બદલી નાખ્યો છે. વર્ષો સુધી બોડી મોડિફિકેશન કરાવ્યા બાદ હેનરીએ પોતાને એટલો ડરામણો બનાવી દીધો છે કે લોકો તેનો જૂનો ચહેરો ભૂલી ગયા છે.
રિપોર્ટ મુજબ વ્યવસાયે ટેટૂ આર્ટિસ્ટ હેનરી રોડ્રિગુએજને બાળપણથી જ રેડ સ્કલ નામના સુપરવિલનનું પાત્ર પસંદ હતું. આ જ કારણે તેણે પોતાના શરીરમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું. ૪૨ વર્ષના હેનરીએ પોતાના આ ચિત્રવિચિત્ર શોખ ઉપર ૩૦ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, તેના પછી તેને આ ડરામણો ચહેરો મળ્યો છે.
હેનરીનું કહેવું છે કે તેને શેતાની કેરેક્ટર્સનો એટીટ્યુડ અને પર્સનાલિટી ઘણી પસંદ છે, માટે તેણે પોતાને બદલવાનો ર્નિણય લીધો. એક બાળકના પિતા હેનરીએ પોતાનો ચહેરો બગાડવાનો ર્નિણય ૨૦૧૨ની સાલમાં લીધો. તેણે આ માટે શારીરિક અને માનસિક બધા પ્રકારનું મેડિકલ ચેકઅપ કરાવ્યું.
૧૩૦ કલાકની સર્જરી બાદ તેણે વિચિત્ર લૂક મેળવ્યો. હેનરીએ પોતાનું નાક અને કાન કપાવી નાખ્યા છે, જ્યારે તેની આંખની અંદર પણ કાળી ઝાંય પડી ગઈ છે. તેણે પોતાના માથા ઉપર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ ત્યાં ચિત્રવિચિત્ર ઉભાર બનાવ્યા છે. તેણે આઈબ્રો ઉપર પણ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને જીભના પણ બંને ભાગ કપાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, હેનરીએ હજુ પણ પોતાના ચહેરા પર પ્રયોગ કરાવવા માટે તૈયારી દાખવી છે!SSS