ટેન્કરના આગળના ચોરખાનામાંથી વિદેશી શરાબની બોટલો મળી
ગોધરા એલ.સી.બી અને તાલુકા પોલીસ તંત્રની સંયુક્ત ટીમો એ આંતરેલી ટેન્કર ના આગળના ચોરખાના માંથી વિદેશી શરાબ ની ૫૦૧૬ બોટલોના જંગી જથ્થા સાથે ૩૩ લાખ રૂ! મુદ્દામાલ ઝડપી પાડયો
ગોધરા,ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી ના અમલ ને નિષ્ફળ બનાવી ને સરહદી રાજ્યો ની બોર્ડર ઉપર થી ગુજરાત લાખો રૂપિયાના વિદેશી શરાબ ના જથ્થાને ઘુસાડવા માટે બુટલેગરોના આ કારનામાઓ વચ્ચે એક ઓઇલ ટેન્કર માં વિદેશી શરાબ નો જંગી જથ્થો ગોધરા બાયપાસ હાઈવે ઉપર થઈને વડોદરા ખાતે જઇ રહ્યો હોવાના ગોધરા રીડર શાખા ના પીએસઆઈ.પી.એન.સીંગ ની ગુપ્ત બાતમીના આધારે ગતરાત્રે ગોધરા એલસીબી શાખા અને ગોધરા તાલુકા પોલીસ ટીમ દ્વારા દાહોદ ગોધરા હાઇવે ઉપર કેવડીયા પાસે ચૂસ્ત નાકાબંધી કરીને હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં બાતમી વાળી ટેન્કરને આંતરીને ઝીણવટ પૂર્વક તપાસ કરતા કેબીન ના આગળના ભાગે બનાવવામાં આવેલા ગુપ્તચોરખાના માંથી અંદાજે ૨૩ લાખ રૂપિયા ની કિંમત ના વિદેશી શરાબ અને બિયર ની ૫૦૧૬ બોટલો નો જંગી જથ્થો ઝડપી પાડતા વડોદરા ની બુટલેગરોની અંધારી આલમમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
ગોધરા ખાતે રીડર શાખામાં ફરજ બજાવીને બુટલેગરોના ગોરખધંધાનો પર્દાફાશ કરનાર પીએસઆઈ. જે.એન.સીંગ ને ગુપ્ત બાતમી મળી હતી કે જી.જે.૧૨ બી.વાય ૨૨૦૬ નંબર ની ટેન્કર ના ચોરખાના મા હરીયાણા થી વિદેશી શરાબ નો જથ્યો ભરીને વડોદરા ખાતે પહોચાડવા માટે રવાના થયેલ આ ટેન્કર ગુજરાતના દાહોદ ખાતે પ્રવેશી ચૂકી છે અને ગોધરા તરફ આવી રહ્યું છે આ ગુપ્ત બાતમી ની જાણ ગોધરા એલસીબી શાખા ના પીઆઈ જે.એન.પરમાર ને વાકેફ કરવામા આવ્યા હતા. અને આ અંગેની જાણ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.કે.ડાભી ને કરવામાં આવતા ગત રાત્રિએ ગોધરા એલસીબી અને ગોધરા તાલુકા પોલીસ ટીમે દ્વારા દાહોદ ગોધરા ઇન્દોર હાઇવે ઉપર કેવડિયા ખાતે ચૂસ્ત નાકાબંધી કરીને આંતરવામા આવેલા આ ટેન્કર નંબર જી.જે.૧૨ બી.વાય.૨૨૦૬ ની ઝીણવટ પૂર્વક તપાસ કરતા કેબીન ના અંદરના ભાગે બનાવવામાં આવેલા ચોરખાના માંથી અંદાજે ૨૩ લાખ રૂપિયા ની કિંમત ના શરાબ અને બિયર ની ૫૯૧૬ બોટલો નો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ટેન્કર સાથે ઝડપાયેલા રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના સોનારી સેકવા ગામના મનોહંર ધિમારાવ બિસ્નોઈ એ પોલીસ તંત્ર સમક્ષ વટાણા વેરી દેતા જણાવ્યું હતું.કે સાંચોર ના રહેવાસી ટેન્કર માલીક સુનિલે ટેન્કર મા ચોરખાનુ બનાવી શરાબ ની હેરાફેરી કરવા માટે આજ ગામના ભવરલાલ સુજનારામ બિસ્નોઈ નો સંપર્ક કરીને આ ટેન્કરમાં હરિયાણાથી શરાબનો જથ્થો ભરાવીને વડોદરા ખાતે પહોંચતા કરવા જણાવ્યું હતુ.!!જો કે હરીયાણા થી લઈ ને અનેક રાજયો ની પોલીસ ચોકીઓ બિન્દાસ્ત પસાર કર્યા બાદ આ ટેન્કર પંચમહાલ પોલીસ તંત્ર ના સકંજામાં આવી જતા શરાબ ના જથ્થા અને ટેન્કર સામેત અંદાજે 33 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરીને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા