Western Times News

Gujarati News

ટેમ્પોમાં ભરેલું ઘાસ વીજ વાયરોને અડકી જતા સોર્ટસર્કિટથી આગઃ ટેમ્પો અને ઘાસ બળીને ખાખ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ઘોઘંબા તાલુકાના જોરાપુરા (વાંગરવા)ના માળ ફળિયામાં ઘાસ ભરેલા આઇસર ટેમ્પોનું ઘાસ એમજીવીસીએલની પસાર થતી વીજ લાઇન સાથે અડકી જતા ઘાસમાં આગ લાગી હતી. જોતજોતામાં ઘાસની સાથે ટેમ્પો પણ આગની ઝપટમાં આવી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી, પરંતુ પશુપાલકનું હજારોનું ઘાસ અને ટેમ્પો આગમાં સ્વાહા થઈ ગયો હતો. ગોધરા ફાયર ફાઈટરે આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો.

ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તાર જોરાપુરા (વાંગરવા) ગામે માંડ ફળિયામાં રહેતા પશુપાલક મેનાભાઈ અમરભાઈના ઘરે આઇસર ટેમ્પોમાં ઘઉંનું ઘાસ ભરી લઈ જવામાં આવતું હતું. ત્યારે આતરભાઈ રૂમાલભાઈ રાઠવાના ઘરની બાજુમાં પસાર થતાં ટેમ્પામાં ભરેલું ઘાસ ઉપરથી પસાર થતી એમજીવીસીએલની વીજ લાઈનને અડકી જતા સોર્ટસર્કિટથી ઘાસમાં આગ લાગી હતી.

ટેમ્પોમાં ભરેલા ઘાસમાં આગ લાગતા ડ્રાઈવર ટેમ્પોમાંથી ઉતરી ગયો હતો. જોતજોતામાં આખો ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો.બનાવની જાણ ગોધરા ફાયર ફાઇટરને કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સૂકું ઘાસ ભરેલું હોવાથી ઘાસ સહિત ટેમ્પો આગમાં સવા થઈ ગયો હતો.

સાંજે બનેલા બનાવમાં ટેમ્પોમાં ભરવામાં આવેલું ઘાસ ઊંચું હતું અને વીજ વાયરો પણ નમેલા હોવાથી અકસ્માતે ઘાસની ગાંસડી વીજ વાયરોને અડકી જતા આગ લાગી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.