ટેમ્પો ચાલકે ફ્રૂટની લારીને અડફેટે લેતાં યુવાનનું મોત થયું
જંબુસર, જંબુસરના ખાનપુરી ભાગોળમાં રહેતા શબ્બીર અહેમદ દીવાનના મિત્ર કાળું અહેમદ ગૌરી હાથલારીમાં ફ્રૂટનું વેચાણ કરી પોતાન પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઇકાલે રવિવારે સવારે ફ્રૂટની લારી લઇ જંબુસરના એસ.ટી.ડેપો રીગ રોડ ઉપર બાલા મેડિકલની સામેથી પસાર થતા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પો નંબર-જી.જે.૧૬,એ.વી.૩૧૨૬એ ફ્રૂટની લારીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાલુભાઈ ગૌરીને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જંબુસરના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે આ સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે.SS3KP