Western Times News

Gujarati News

ટેરિફમાં વધારો કરવા એરટેલ અને વોડા-આઈડિયાની તૈયારી

સામાન્ય લોકોના મોબાઇલ ખર્ચમાં વધારો કરાશે: ડિસેમ્બરમાં રેટમાં વધારો કરાશે: જીઓ રેટને નહીં વધારે તો વોડાઆઈડિયા-એરટેલ કસ્ટમરો ગુમાવશે

મુંબઈ,  વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ડિસેમ્બર મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવશે. આની સાથે જ ત્રણ વર્ષથી પણ વધુ સમય ગાળાની અંદર પ્રથમ વખત કિંમતમાં વધારો કરવામાં આવનાર છે. આની સાથે જ સામાન્ય વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલના ગ્રાહકોને વધારે ટેરિફની ચુકવણી કરવાની ફરજ પડશે. ખુબ જ જરૂરી રેવેન્યુ એકત્રિત કરવાના હેતુસર આ પગલા લેવામાં આવનાર છે. નુકસાન કરી રહેલી કંપનીઓ માટે જરૂરી રેવેન્યુ એકત્રિત કરવા આ હિલચાલ હાથ ધરવામાં આવી રહી છે. ટેલિકોમની બે મહાકાય કંપની વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ હાલમાં સતત નુકસાન કરી રહી છે.

જો કે, ગ્રાહકોના નેટવર્કને જાળવી રાખવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાના મોટી સંખ્યામાં ગ્રાહકો હાલમાં હરીફ કંપની રિલાયન્સ જીઓ ઇન્ફોકોમમાં પહોંચી ચુકી છે. આજે અલગ નિવેદનમાં વોડાફોન આઇડિયા અને એરટેલે આ સેક્ટરમાં થઇ રહેલા નુકસાનના સંદર્ભમાં માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, હાલના ઓછા ટેરિફના લીધે પણ સમસ્યાઓ આવી રહી છે.

આ હિલચાલ માટે કારણ તરીકે ડેટાની વધી રહેલી માંગને જાળવી રાખવા માટે નેટવર્કમાં રોકાણની બાબતને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પ્રાઇઝવોરને લઇને ગ્રાહકો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે હવે ટેરિફમાં વધારો કરવાની શરૂઆત થઇ રહી છે. એક વર્ષના ગાળામાં સેક્ટર રેવેન્યુનો આંકડો ૧૦થી ૧૫ ટકા સુધી વધી શકે છે અથવા તો ૧.૫થી બે અબજ ડોલર સુધીનો વધારો થઇ શકે છે. રેટિંગ કંપની ફિચના કહેવા મુજબ સરેરાશ રેટમાં ૧૦ ટકાનો વધારો થઇ શકે છે.

આવી જ રીતે એરટેલ ઇન્ડિયા દ્વારા પણ ચોથા ત્રિમાસિક ગાળામાં વધારો કરવામાં આવી શકે છે પરંતુ એરટેલ અને વોડાઆઈડિયાના કસ્ટમરો હાથમાં વધુ નિકળી શકે છે. કારણ કે, એકબાજુ વોડાઆઈડિયા અને એરટેલ દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ જા જીઓ દ્વારા કોઇ વધારો કરવામાં નહીં આવે તો હાથમાંથી નવા ગ્રાહકો નિકળી શકે છે. નજીકના ભવિષ્યમાં ૩૦થી ૪૫ ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. ભારતી એરટેલના સંદર્ભમાં જુદી જુદી રજૂઆતો થઇ રહી છે. બીજી બાજુ કારોબારને ચાલુ રાખવા માટે સરકાર પાસેથી રાહતની અપેક્ષા પણ વોડાફોન આઈડિયા રાખી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.