ટેલિફોનથી ટેલિકાર્ડિયોલોજી: હ્યદયરોગના દર્દીઓને ઘરે બેઠા જ સારવાર મળશે
રાજ્યમાં હ્યદયરોગ સંબંધિત બિમારી માટે દર્દીને કોઇપણ ખૂણેથી સારવાર અને આરોગ્ય સેવા મળી રહે તે માટે યુ.એન.મહેતા હોસ્પિટલથી રાજ્યભરમાં આજે ટેલિ કાર્ડિયોલોજી સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
પ્રતિકાત્મક રીતે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિલમાં રાજ્યના પ્રથમ ટેલિ કાર્ડિયોલોજી સેન્ટરનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
ટેલિકાર્ડિયોલોજી સેવા ના લાભ માટે 079-69070001 નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ટેલિકાર્ડિયોલોજી સેવા દ્વારા દર્દીઓને ઘરે બેઠા હ્યદય રોગ સબંધિત જાણકારી અને આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. લોકોમાં હ્યદયરોગ સંલગ્ન જનજાગૃતિ કેળવવા પણ આ સેવા ઉપયોગી બની રહેશે. હ્યદયરોગ સબંધિત સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે બેઠા જ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્યના દૂર-અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હ્યદયરોગની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આ સેવા આશીર્વાદ સાબિત થશે.આ સેવા થકી દર્દીની તકલીફ નું ઝડપી નિદાન થઇ શકશે. ડિજીટલ શક્તિના માધ્યમથી દર્દીના સમય અને શક્તિ બંનેમાં બચાવ થશે. -અમિતસિંહ ચૌહાણ