ટેલિવિઝનનો જેન્ટલમૅન બન્યો સાઈકો-કિલર !
મુંબઈ: ઝી-ફાઈવની ક્રાઈમ-ડ્રામા સિરીઝ ‘અભય’ની બીજી સીઝનમાં કુણાલ ખેમુ સ્પેશ્યલ ટાસ્ક આૅફિસર. અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે. અભય પ્રતાપ સિંહ દરેક ફર્સ્ટ સીઝનના દરેક એપિસોડમાં નવા-નવા ક્રિમિનલનો સામનો કરતો હતો, પણ બીજી સીઝનમાં ફક્ત એક માસ્ટરમાઈન્ડ ક્રિમિનલ સાથે અભયનો પનારો પડશે જે બધા ક્રિમિનલનો બાપ છે. આ ક્રિમિનલ તરીકે ટીવીજગતનો લોકપ્રિય અભિનેતા રામ કપૂર જાવા મળશે. રામ કપૂરના ચાહકો તેને આ રોલમાં જાઈને દંગ રહી જવાના છે,
કારણ કે ટીવી પર રામ મોટા ભાગે જેન્ટલમૅન તરીકે જાવા મળે છે.ે રામ કપૂરે ‘અભય ૨’નો પ્રોમો શૅર કરતાં લખ્યું કે ‘ઈસ ચોર-પુલિસ કે ખેલ મેં એક નયા શૈતાન ઘુસ ચૂકા હૈ. વો સબસે અલગ હૈ ઔર ઈસલિએ સબસે જ્યાદા ખતરનાક.’ ‘અભય-૨’માં પોતાના રોલ વિશે રામ કપૂરે કહ્યું કે, ‘આ પ્રોમો તો ફક્ત એક ઝલક છે. મારું કૅરૅક્ટર એક વણઊકલ્યા કોયડા જેવું છે જે દર્શકોને ચોંકાવી દેશે. મેં પહેલાં આવું પાત્ર ક્યારેય નથી ભજવ્યું અને એક વખતે તો હું પણ મને જાઈને ડરી ગયો હતો!’