ટેસ્ટમાં સૌથી વધુ ૪૩૫ વિકેટ લેનાર આ સ્પિનર બીજાે ભારતીય બની ગયો
અશ્વિને ટેસ્ટ વિકેટના મામલે કપિલ દેવને પાછળ છોડ્યા
(એજન્સી) મોહાલી, ભારતીય સ્પિનર સ્ટાર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટ કરિયરમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. તે ટેસ્ટમાં સૌથી વધુ ૪૩૫ વિકેટ લેનાર બીજાે ભારતીય બની ગયો છે. અશ્વિનને ૧૯૮૩ના વર્લ્ડકપ વિજેતા લીજેન્ડ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. ઝડપી બોલર અને ઓલરાઉન્ડર કપિલ દેવે ૪૩૪ વિકેટ લીધી હતી.
જાેકે, અશ્વિન હજુ પણ પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેથી પાછળ છે. કુંબલેએ પોતાના કરિયરમાં ૬૧૯ વિકેટ લીધી હતી. તે દુનિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથા બોલર છે. વર્લ્ડમાં સૌથી વધારે ૮૦૦ વિકેટ લઈને શ્રીલંકન પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન ટોપ પર છે.
અશ્વિનને આ ઐતિહાસિક ઉપલબ્ધિ શ્રીલંકા વિરુદ્ધ મોહાલી ટેસ્ટમાં હાંસલ કરી છે. જાેકે, ભારતીય ટીમ ઘર આંગણે શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટની સીરિઝની પહેલી મેચ રમી રહી છે. ભારતે પહેલી ઈનિંગમાં અશ્વિનને ૪૯ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.
ત્યારબાદ બીજી ઈનિંગમાં ત્રીજી વિકેટ લેતા જ કપિલ દેવને પાછળ છોડ્યા છે. આ મેચમાં અશ્વિનને ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલી અને શ્રીલંકાના રંગના હેરાથને પણ પછાડ્યા છે. અશ્વિનની સામે હવે સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેનને પાછળ છોડવાનો ટાર્ગેટ છે.
સ્ટેનને અત્યાર સુધી ૪૩૯ વિકેટ લીધી છે. અશ્વિન જાે સ્ટેનને પાછળ છોડે છે, તો તે ૪૦૦ વિકેટની લાઈનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનશે. તેમના ઉપર વેસ્ટઈન્ડિઝના કર્ટની વોલ્શનું નામ જ હશે, જેમણે ૫૧૯ વિકેટ લીધી હતી.