ટેસ્ટમાં ૬૫૦ વિકેટ ઝડપવાનો જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ
લંડન, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ઉંમર વધવાની સાથે સાથે ૨૨ યાર્ડની ક્રિકેટ પિચન પર નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. ૩૯ વર્ષીય એન્ડરસને ન્યુઝીલેન્ડની સામેની સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ન્યુઝીલેન્ડના બીજા દાવમાં ટોમ લૅથમને બોલ્ડ કરતા ટેસ્ટ ક્રિકેટમાં ૬૫૦ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એન્ડરસન ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં મોટી વયે ૧૦૦ ટેસ્ટની સિદ્ધિ મેળવનારા પ્રથમ ઝડપી બોલર છે.
આ સાથે જ તેમણે દિગ્ગજ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.જેમ્સ એન્ડરસન ૩૦ વર્ષની ઉંમર પછી ૧૦૦ ટેસ્ટ મેચમાં રમનારા દુનિયાના બીજા ક્રિકેટર બની ગયા છે. તેમણે ન્યુઝીલેન્ડ સામેની નેટિંગહામ ટેસ્ટમાં મેદાન ઉપર ઉતરવાની સાથે જ આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં બીજા નંબરે ઈંગ્લેન્ડના વિકેટ કીપર સ્ટીવર્ટ છે, જેમણે ૩૦ વર્ષની ઉંમર પછી સૌથી વધુ ૧૦૭ ટેસ્ટ મેચ રમી છે.
પોતાના ચાહકોમાં ભગવાનનો દરજ્જાે મેળવનાર સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાની દીવાલ તરીકે ફેમસ રાહુલ દ્રવિડે ૩૦ વર્ષ બાદ એક સરખી જ ૯૫-૯૫ ટેસ્ટ મેચ રમેલી છે.ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ ૩૦ વર્ષની ઉંમર પછી ૯૨ ટેસ્ટ મેચ રમી છે.
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ૬૫૦ કે તેનાથી વધુ વિકેટ લેનાર મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન પછી વિશ્વના ત્રીજા બોલર બની ગયા છે.શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરને ૧૩૩ ટેસ્ટ મેચોમાં સૌથી વધુ ૮૦૦ વિકેટ ઝડપી છે.ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર રહેલા શેન વોર્નના નામે ૧૪૫ ટેસ્ટ મેચોમાં ૭૦૮ વિકેટ નોંધાયેલી છે.SS3KP