ટેસ્ટિંગની સુવિધાના અભાવે વધુ મોત થાય છેઃ ધાનાણી
અદ્યતન લેબ જિલ્લા કક્ષાએ ઊભી કરવા અને બિમારીની સારવારને મા અમૃતમ યોજનામાં સમાવવા માટેની માગ
ગાંધીનગર, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સીએમ રૂપાણી સમક્ષ એક માંગ મૂકી છે. પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને જણાવ્યું છે કે, કોરોના મહામારી મામલે ગુજરાતના દરેક જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ ઉભી કરવી, આરોગ્ય સ્ટાફને ઁઁઈ કીટ, માસ્ક, સેનેટાઈઝર સહિત સુરક્ષા માટે અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવવી. તે છતાં કોરોના દર્દીઓને અપૂરતી સારવાર તથા ટેસ્ટિંગની સુવિધાઓના અભાવે વધુમાં વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ ચાર્જ વધુ એટલે ૪૫૦૦ રૂપિયા લેવાય છે.
ટેસ્ટિંગ કીટ બધે સરખી જ હોય છે તો કેમ ગુજરાતમાં ચાર્જ વધુ વસુલાય છે. ધાનાણીએ વધુમાં જણાવ્યુ છે કે વધુ ચાર્જને લીધે લોકો કોરોનાનું સંક્રમણ હોવા છતાં ટેસ્ટ નહિ કરાવે સારવાર નહિ કરાવે જેથી વધારે લોકો મોતના મુખમાં ધકેલાશે. ગુજરાત સરકારે કોરોના ટેસ્ટિંગનો ચાર્જ ૨૦૦૦ નક્કી કરવો જાઈએ અને એ પૈકી ૧૦૦૦ રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવો જાઈએ. હાલમાં ૨૪-૩૬ કલાકમાં ટેસ્ટિંગ રિપોર્ટ મળે છે એની જગ્યાએ ૪-૫ કલાકમાં રિપોર્ટ મળે એ માટે બાયોસેફટી અને બાયોસિક્યુરિટીવાળી અદ્યતન લેબોરેટરી જિલ્લા કક્ષાએ ઊભી કરવી. કોરોના વાયરસ અતિ ગંભીર બીમારી હોય એની સારવારનો માં અમૃતમ યોજનામા સમાવેશ કરવો જાઈએ.
જાકે બીજી બાજુ કોરોના મહમારી વચ્ચે ગુજરાત સરકારે ગુજરાતમાં ખાનગી લેબોરેટરી દ્વારા કોરોના ટેસ્ટિંગના ભાવમાં ઘટાડાની એક મહત્વની જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલના જણાવ્યા મુજબ હવે પછી ગુજરાતની ખાનગી લેબ ૨૫૦૦ રૂપિયા જ ચાર્જ વસૂલી શકશે અને ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ ફક્ત ૩૦૦૦ રૂપિયા જ વસૂલી શકશે. જા વધારે ભાવ વસુલસે તો એ લેબોરેટરીની માન્યતા રદ કરાશે.