ટેસ્ટિંગમાં મોડું થતાં અન્યને સંક્રમણનો ડરઃ ૭૦ ટકા પોઝિટિવ

File
પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટ માટે વેઇટિંગઃ ચાર કલાકે વારો આવે છે
અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેર શરૂ થયા બાદ હવે કેસોમાં વિક્રમજનક વધારો થઇ રહ્યો છે અને દિન પ્રતિદિન કેસનો આંકડો રાજ્યભરમાં વધી રહ્યો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસોમાં ૩૫ ટકા જેટલો વધારો થયો છે, તેની સાથેસાથે હવે કોરોનાના રિપોર્ટ માટેના ટેસ્ટિંગમાં પણ વધારો થઇ રહ્યો છે.
પહેલા માત્ર સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનના ડોમ, આરોગ્ય કેન્દ્રો પર જ લાઇનો લાગતી હતી, પરંતુ હવે કોરોના સંક્રમણ વધતા ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ માટેની લાઇનો થવા લાગી છે. લોકોની ફરિયાદ છે કે તેમને સરકારી કેન્દ્રો પર ટેસ્ટિંગ કરાવ્યા બાદ ત્રણથી ચાર દિવસ પછી પણ રિપોર્ટ મળતો નથી.
આરટી-પીસીઆરમાં રિપોર્ટ મળવામાં વધુ વિલંબ થતાં હવે લોકો પ્રાઇવેટ લેબ તરફ ટેસ્ટિંગ માટે વળ્યા છે, જેના કારણે હવે ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના ટેસ્ટિંગમાં વધારો વધ્યો છે અને તેમાં પણ હોમ સર્વિસ ટેસ્ટિંગ માટે તો ચાર કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
સરકારી ટેસ્ટિંગ ડોમની બહાર લાંબી લાઇન જાેવા મળી રહી છે. જેમાંથી કેટલીક જગ્યાએ તો ટેસ્ટિંગ માટેની કિટ પણ પૂરી થઇ જાય છે. જેના કારણે હવે લોકોએ ખાનગી લેબમાં પણ ટેસ્ટ કરાવવાનું શરૂ કર્યું છે. ખાનગી લેબમાં અગાઉ જે ટેસ્ટ થતા હતા તેના કરતા અત્યારે આરટી-પીસીઆર રિપોર્ટ માટેનાં ટેસ્ટિંગમાં ૧૦ ગણો વધારો થયો છે અને ટેસ્ટ કરાવનારમાંથી ૭૦ ટકાથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
અત્યાર સુધી માત્ર બહારગામ જનારા લોકો જ આરટી-પીસીઆર કરાવતા હતા. કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગયા બાદ રેપિડ ટેસ્ટ માટે સરકારે ઊભા કરેલા ડોમ ખાલી રહેતા હતા.
કોઇ ટેસ્ટ કરાવવા પણ નહોતું જતું પરંતુ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ ટેસ્ટિંગ અને પોઝિટિવ આવનારની સંખ્યા વધતી જતી હોવાના પગલે આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક ૧૭,૧૧૯ કેસ પોઝિટિવ આંકડો આવ્યો છે. જેના કારણએ લોકોમાં ફરીથી કોરોનાનો ડર ઊભો થયો છે અને ટેસ્ટિંગ કરાવવા માટે લાઇનો લાગી રહી છે.
ડોક્ટરોના મતે નવા આવી રહેલ કેસ ભલે ગંભીર હોય કે ન હોય પરંતુ તકેદારી માટે લક્ષણો જણાય તો તરત જ ટેસ્ટ કરાવવો જાેઇએ અને પોઝિટિવ આવનાર દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના પણ ટેસ્ટ કરાવવા જાેઇએ. પોઝિટિવ આવનાર દર્દીને આઇસોલેશનમાં રાખવા જાેઇએ. હોસ્પિટલની જરૂર ઓછી પડે તેવી શક્યતા છે.
અત્યારે નાના ઘરમાં રહેતા દર્દી પોઝિટિવ આવે તો તેનાથી ઘરમાં જ લોકોને પોઝિટિવ આવી શકે છે. જે માટે આઇસોલેશન વોર્ડ બનાવવો જાેઇએ. જેથી એક સાથે વધુ લોકો સંક્રમિત ના થાય.(એન.આર.)