Western Times News

Gujarati News

ટેસ્ટ આપ્યા વગર ડ્રાઈવિંગ લાઈસન્સ હવે મળી શકશે

નવી દિલ્લી: જાે તમે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા અંગે વિચારી રહ્યા છો અને આરટીઓની ડ્રાઈવિંગ ટેસ્ટથી બચવા માંગો છો. છો તમારા માટે આ સમાચાર રાહતના સાબિત થઈ શકે છે. હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ કઢાવી શકો છો. તેના માટે તમારે માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી ફરજીયાત છે. ત્યાર બાદ તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે.

આ માન્યતા પ્રાપ્ત કરેલા ટેર્નિંગ સેન્ટર ૧ જુલાઈથી શરૂ કરી દેવામાં આવશે. રોડ મંત્રાલય દ્વારા આ અંગેના આદેશ જાહેર કરી દેવમાં આવ્યો છે. ખાત વાત એ છેકે ડ્રાઇવિંગ લાઇસન્સ ટ્રેનિંગ અને તેની ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ સ્વરુપે ઇલેક્ટ્રોનિકલી રેકોર્ડ કરવામાં આવશે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયા ટેક્નોલોજી આધારીત સંચાલિત થશે. આ માટે કોઈ અન્ય વ્યક્તિની જરુરિયાત નહીં રહે.

જેનો અર્થ છે કે હવે ન તો તમારે લાઇસન્સ પહેલા તમારી બાઈક અને કાર લઈને જવું પડશે ન નાનકડી ભૂલ થવા પર ટેસ્ટ લેતા અધિકારીઓ પાસે કાકલૂદી કરવી પડશે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે ૨૨ લાખ ડ્રાઈવરોની અછત છે. આ ઉણપને પહોંચી વળવા અને માર્ગ અકસ્માતોને ઘટાડવા માર્ગ અને પરિવહન મંત્રાલયે નિર્દેશ નિર્દેશો મુજબ દેશભરમાં ડ્રાઇવર ટેનિંગ સેન્ટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. લોકો મંત્રાલયના ધોરણ અનુસાર કેન્દ્ર ખોલી શકે છે, જેમાં લોકોને તાલીમ આપી શકાય છે. તાલીમ લીધા બાદ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષણ પાસ કરનારાઓને કેન્દ્ર પ્રમાણપત્ર આપશે, જેના આધારે પરીક્ષણ આપ્યા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકાય.

તાલીમ કેન્દ્રને મેદાનમાં બે એકર જમીન અને ડુંગરાળ વિસ્તારોમાં એક એકર જમીનની જરૂર પડશે. એલએમવી અને એચએમવી બંને વાહનો માટે સિમ્યુલેટર ફરજિયાત રહેશે, જેના દ્વારા તાલીમ આપવામાં આવશે. અહીં બાયમેટ્રિક હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જરૂરી રહેશે. પાર્કિંગ, રિવર્સ ડ્રાઇવિંગ, ડાઉનહિલ ડ્રાઇવિંગ વગેરેની તાલીમ આપવા માટે ડ્રાઇવિંગ ટ્રેક ફરજિયાત રહેશે. આમાં સિદ્ધાંત અને વિભાજનના અભ્યાસક્રમો હશે. કેન્દ્રમાં સિમ્યુલેટરની સહાયથી હાઈવે, ગ્રામીણ વિસ્તારો, ભીડભાડ અને ગલીમાં ફરતા સ્થળોએ વરસાદ, ધુમ્મસ અને રાત્રે વાહનો ચલાવવાની તાલીમ આપવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી તરફથી જણાવ્યા મુજબ આ ડ્રાઇવિંગ ઇન્સ્ટીટ્યુટ ખોલવા માટે ઈચ્છિત લોકો રાજ્ય સરકારને આવેદન આપી શકે છે. જાેકે આ માટે ઉપર જણાવેલ તમામ સુવિધાઓ અને જરુરી સંસાધનો ધરાવતા હશે તેવા ડ્રાઈવિંગ સેન્ટરને જ મંજૂરી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.