Western Times News

Gujarati News

ટેસ્ટ રેંકિંગઃ સ્મિથને પાછળ છોડીને વિરાટ પ્રથમ ક્રમાંકે

નવી દિલ્હી,  ટીમ ઇન્ડિયાના (Team India) કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં (ICC test ranking virat kohli) ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથને પાછળ છોડીને તે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. વિરાટે બાંગ્લાદેશ સામે હાલમાં જ પૂર્ણ થયેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે રેંકિંગમાં ઉલ્લેખનીય સુધારો થયો છે.

આઈસીસી તરફથી જારી કરવામાં આવેલા ટેસ્ટ રેંકિંગમાં વિરાટ કોહલી ૯૨૮ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે જ્યારે Âસ્ટવ Âસ્મથ ૯૨૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. એસીઝ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ Âસ્ટવ Âસ્મથ નંબર વન બની ગયો હતો પરંતુ હવે વિરાટ કોહલી ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના લાબુશાને પ્રથમ વખત ટોપટેનમાં પહોંચી ગયો છે. તે ૮માં સ્થાને આવ્યો છે. ભારતના ચેતેશ્વર પુજારા ચોથા અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન ત્રીજા સ્થાને છે.

બોલિંગમાં જસપ્રિત બુમરાહ પાંચમાં સ્થાને છે. જ્યારે ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન નવમાં સ્થાને છે. પેટ કમિન્સ પ્રથમ અને રબાડા બીજા સ્થાને છે. Âસ્મથ પાકિસ્તાન સામેની શ્રેણીમાં કોઇ ખાસ દેખાવ કરી શક્યો નથી જેના કારણે તેની રેંકિંગ ઉપર અસર થઇ છે. બ્રિસ્બેનમાં તે માત્ર ચાર રન બનાવી શક્યો હતો જ્યારે એડિલેડમાં ૩૬ રન જ બનાવી શક્યો હતો. બીજી બાજુ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં ૧૩૬ રન ફટકાર્યા હતા.

જા કે, પ્રથમ ટેસ્ટ મેચમાં તે પણ શૂન્ય રને આઉટ થયો હતો. બોલ ટેમ્પરિંગના મામલામાં એક વર્ષ સુધી પ્રતિબંધનો સામનો કર્યા બાદ ટીમમાં પરત ફરેલા Âસ્મથે એસીઝ શ્રેણીમાં ધરખમ દેખાવ કર્યો હતો. પાકિસ્તાન સામે એડિલેડ ટેસ્ટમાં પિંક બોલ સાથે રમાયેલી પ્રથમ ડેનાઇટ ટેસ્ટમાં ૩૩૫ રનની અણનમ ઇનિંગ્સ રમનાર ડેવિડ વોર્નર હવે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. તે અગાઉ ૧૨માં સ્થાને હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન રુટે ન્યુઝીલેન્ડ સામે ૨૨૬ રનની ઇનિંગ્સ રમ્યા બાદ ટોપ ટેનમાં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે. રુટ હવે સાતમાં ક્રમે આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.