ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે આકરી નેટ પ્રેક્ટિસ કરી
નવીદિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી. ટીમ ઇન્ડિયાના બધા મુખ્ય બોલરો ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવે બોલિંગ કરી હતી. જાડેજા, અશ્વિન અને અક્ષર પટેલે પણ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો.
ભારતે ૨૦૦૭ બાદથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી નથી. ઇંગ્લેન્ડે ૨૦૧૧માં ૪-૦, ૨૦૧૪ માં ૩-૧ અને ૨૦૧૮ માં ૪-૧ થી ભારત સામે જીત મેળવી હતી. ભારતીય ટીમ આ પ્રવાસમાં પોતાનો હારનો સિલસિલો તોડવા માંગશે. ૫ મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત ૪ ઓગસ્ટથી નોટિંગઘમના ટ્રેંટ બ્રિજમાં થશે. આ મેચમાં ઇશાંત શર્માની જગ્યાએ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.