ટોંગામાં સમુદ્રની અંદર જવાળામુખી ફાટ્યો, સુનામીના ખતરાનો ભય
ટોંગા, પેસિફિક મહાસાગરની આસપાસ સુનામીનો ખતરો પાણીની અંદરના જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી ઓછો થવા લાગ્યો હતો, પરંતુ નાના ટાપુ રાષ્ટ્ર ટોંગાને વિશાળ રાખના વાદળોએ ઢાંકી દીધા હતા. ટોંગામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ન્યૂઝીલેન્ડથી મોનિટરિંગ ફ્લાઇટ્સ પણ મોકલી શકાઈ નથી.
સેટેલાઇટ ઇમેજમાં શનિવારે સાંજે પ્રચંડ વિસ્ફોટ પછી પેસિફિક મહાસાગર પર રાખ, વરાળ અને ગેસનું જાડું પડ દેખાય છે. વિસ્ફોટનો અવાજ અલાસ્કા સુધી સંભળાતો હતો. ટોંગામાં ભયંકર દરિયાઈ મોજા કિનારા સુધી પહોંચવા લાગ્યા અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઉતાવળે સલામત સ્થળે જતા રહ્યા હતા ટોંગામાં જ્વાળામુખી ફાટવાને કારણે ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયું હતું, જેના કારણે દુનિયાભરના લોકો ત્યાં તેમના સંબંધીઓ અને મિત્રોની પરિસ્થિતિ જાણવા માટે બેચેન થવા લાગ્યા હતા. રવિવાર બપોર સુધી સરકારની વેબસાઇટ અને અન્ય માધ્યમો પર કોઈ અપડેટ માહિતી આપવામાં આવી નથી.
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને જણાવ્યું હતું કે ટોંગામાં હજુ સુધી કોઈ ઈજા કે મૃત્યુના સત્તાવાર અહેવાલો નથી. એ પણ કહ્યું કે અધિકારીઓ અત્યાર સુધી કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો અને નાના ટાપુઓનો સંપર્ક કરી શક્યા નથી. “ટોંગા સાથેના કોમ્યુનિકેશન લિંક્સ ખૂબ જ મર્યાદિત છે. હું જાણું છું કે ટોંગાના લોકો અહીં ખૂબ જ ચિંતિત છે,HS