ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર નીરજ ચોપરાને પદ્મશ્રી મળ્યો
નવીદિલ્હી, ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનારને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ વિષયો અને પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવે છે. ‘પદ્મ ભૂષણ’ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે અને ‘પદ્મશ્રી’ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે કુલ ૧૨૮ પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે.HS