ટોક્યો પેરા ઓલિમ્પિક’2021 માટે એશિયન મેડલિસ્ટ ભાવિના અને સોનલ પટેલનું સિલેક્શન
ગુજરાત માટે ગૌરવની વાત એશિયન મેડલિસ્ટ ખેલાડીઓ, ભાવિના પટેલ અને સોનલ પટેલ ટોક્યો પેરા-ઓલિમ્પિક 2021માં ભાગ લેશે. ટોક્યો પેરા ઓલિમ્પિક’2021 માટે આખા દેશના ફક્ત બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
ઓલિમ્પિક્સની સિંગલ્સ ઇવેન્ટમાં પસંદગી પામનારી ભારતની પ્રથમ ક્રમે રહેલી ભાવિના પટેલ તે છેલ્લા 13 વર્ષથી બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં ટેબલ ટેનિસ શીખી રહી છે અને તેમના સંયુક્ત પ્રયાસોથી તેણે 28 મેચ રમી છે.
સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને દેશ ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.19મા ક્રમાંકિત પેરા-એશિયન મેડલિસ્ટ પ્લેયર સોનલ પટેલે કોચ લલન દોશીના માર્ગદર્શન હેઠળ 25 આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ રમી છે અને ભારત માટે 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
તેમની પાસે રમવાનો અનુભવ પણ છે, તેમને ટોક્યોમાં ભારત માટે મેડલ જીતવાનો વિશ્વાસ પણ છે. ભાવિના અને સોનલ દિવસમાં પ્રેક્ટિસ 8 કલાક કરી રહ્યા છે અને સાથે સાથે પ્રોફેસિન્સલ્સ દ્વારા આપવામાં આવેલા ખોરાક અને વ્યાયામ દરરોજ કરી રહ્યા છે.