Western Times News

Gujarati News

ટોચના પાંચ ક્ષેત્રો છે, જેમાં એપ્રેન્ટિસની ભરતી જોવા મળે એવી શક્યતા

અમદાવાદમાં એપ્રેન્ટિસશિપ માટે મોટી તકો, 69 ટકાથી વધારે કંપનીઓએ વધારે એપ્રિન્ટિસની ભરતી કરવા આતુરતા દાખવીઃ ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીનો રિપોર્ટ

એફએમસીજી એન્ડ ડી, બીએફએસઆઈ, લોજિસ્ટિક્સ, ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી, ઓટોમોબાઇલસ તથા હેલ્થ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ 

અમદાવાદ, ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીમાંથીભારતના સૌથી મોટા ડિગ્રી એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ NETAP[નેશનલ એમ્પ્લોયેબિલિટી થ્રૂ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ]એ કેલેન્ડર વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળા (જુલાઈથી ડિસેમ્બર, 2021) માટે તેમના એપ્રેન્ટિસશિપ આઉટલૂક પ્રોગ્રામની લેટેસ્ટ એડિશન પ્રસ્તુત કરી છે.

આ રિપોર્ટમાં વિશ્લેષણ થયેલા 14 શહેરોમાંથી અમદાવાદ એપ્રેન્ટિસ માટે ટોચનાં નોન-મેટ્રો તરીકે બહાર આવ્યું છે. અમદાવાદમાં 69 ટકાથી વધારે કંપનીઓ એપ્રિન્ટિસની ભરતી કરવા આતુર છે. સમગ્ર ભારતની દ્રષ્ટિએ જોઈએ તો 45 ટકાથી વધારે કંપનીઓએ ભરતી કરવાની આતુરતા વ્યક્ત કરી છે.

કેલેન્ડર વર્ષ 2021ના અર્ધવાર્ષિક ગાળાથી કેલેન્ડર વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એપ્રેન્ટિસશિપની ભરતીનાં સેન્ટિમેન્ટમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય ઉદ્યોગજગતની ફક્ત 54 ટકા કંપનીઓએ ભરતી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેની સરખામણીમાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં 69 ટકા કંપનીઓ ભરતી કરવા આતુર છે.

અમદાવાદમાં એપ્રિન્ટિસની ભરતી કરવાના હાલના ટ્રેન્ડ પર ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટીના NETAPના વાઇસ પ્રેસિડન્ટ સુમિત કુમારે કહ્યું હતું કેઃ “અમદાવાદ એપ્રિન્ટિસ માટે સૌથી આશાસ્પદ બજારો પૈકીનું એક છે. વર્ષોથી અમે આ વિસ્તારમાં ઔદ્યોગિક વ્યવસાયમાં તેજી જોઈ છે,

જેના પરિણામે એપ્રેન્ટિસની ભરતીમાં સતત વધારો જોવા મળ્યો છે. ઉપરાંત એપ્રિન્ટિસશિપને વેગ આપવા સરકારના પ્રોત્સાહન અને સંવર્ધિત ધિરાણથી આ ઇકોસિસ્ટમ વિકસવા સક્ષમ બની છે. હકીકતમાં એપ્રેન્ટિસની ભરતીનાં સેન્ટિમેન્ટ માટે સીએજીઆર વાર્ષિક ધોરણે 4 ટકા છે. ભરતી કરવાનો વધારે આશય ધરાવતા કેટલાંક ક્ષેત્રોમાં એફએમસીજી એન્ડ ડી, બીએફએસઆઈ, લોજિસ્ટિક્સ, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી, ઓટોમોબાઇલ્સ અને હેલ્થ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ સામેલ છે.”

રિપોર્ટના તારણમાં વધારે ઊંડા ઊતરીએ તો મશીનિસ્ટ, પ્રોડક્શન એપ્રેન્ટિસ, ઓટોમોબાઇલ એન્જિનીયર, સોફ્ટવેર/આઇટી એન્જિનીયર, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયન, મિકેનિક/ઓટોમોબાઇલ ટેકનિશિયન અને પ્રોડક્શન ટેકનિશનય માટેની જોબની સૌથી વધુ માગ છે.

શ્રી કુમારે ઉમેર્યું હતું કે,“છેલ્લાં દોઢ વર્ષથી ઉદ્યોગો માટે મહામારીએ અનિશ્ચિતતા ઊભી કરી છે. જોકે આ તણાવ વચ્ચે પણ કંપનીઓએ પ્રતિભાઓ ઊભી કરવા રોકાણ કર્યું છે. હકીકતમાં છેલ્લાં 2 વર્ષથી એચઆર સાથે સંબંધિત તમામ નિર્ણયોમાં ઉત્પાદકતા કેન્દ્રમાં આવી છે અને આ કારણે એપ્રેન્ટિસશિપ જેવા મોડલના ઉપયોગમાં વધારો થયો છે. વધારે કંપનીઓએ સ્થાનિક સ્તરે કુશળ પ્રતિભાસંપન્ન લોકોની ભરતી કરવા એપ્રિન્ટિશિપની ખરી ક્ષમતા અનુભવી છે.”

એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટ વિગતવાર સર્વે છે, જેમાં 14 શહેરો અને 18 અગ્રણી ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે. આ રિપોર્ટમાં 833 કંપનીઓનો સર્વે થયો હતો અને કેલેન્ડર વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળા (જુલાઈથી ડિસેમ્બર) માટે એપ્રેન્ટિસશિપ માટે ભરતીના સેન્ટિમેન્ટની જાણકારી મેળવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.