ટોચ ઉપર બેઠેલાને નબળા મુખ્યમંત્રી જાેઈએ છેઃ એવું કહી કોણ વિવાદમાં

(એજન્સી) ચંદીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા પહેલા સિદ્ધુ પોતાના નિવેદનો દ્વારા હાઈકમાન્ડ પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે શીર્ષ પર બેઠેલા લોકોને કમજાેર મુખ્યમંત્રી જાેઈએ છે, જે તેમના ઈશારે કામ કરી શકે.
નોંધનીય છે કે ૬ ફેબ્રુઆરીએ કોંગ્રેસ પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. આ પહેલા સિદ્ધુ હાઈકમાન્ડ પર નિશાન સાધતા જાેવા મળ્યા હતા. સિદ્ધુએ જણાવ્યું હતું કે જાે નવું પંજાબ બને છે તો તે મુખ્યમંત્રીના હાથમાં છે.
પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા પહેલા સિદ્ધુનો હાઈકમાન્ડ પર દબાણનો પ્રયાસ
આ વખતે સમર્થકોએ મુખ્યમંત્રીની પસંદગી કરવાની છે. સિદ્ધુએ સમર્થકોને પૂછ્યું કે શું તમને આવા સીએમ જાેઈએ છે?
સિદ્ધુ પહેલા જ આવા નિવેદનો કરીને કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવી ચૂક્યા છે. નવી સરકારમાં ઘણી નિમણૂંકોમાં સિદ્ધુની દખલગીરી પણ માનવામાં આવી છે.
વાસ્તવમાં પંજાબમાં કોંગ્રેસ હજુ સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી કરી શકી નથી. પંજાબમાં આમ આદમી પાર્ટીની તર્જ પર પાર્ટી પર સામાન્ય રાયશુમારીથી સીએમ પદ માટે ઉમેદવાર જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે, સિદ્ધૂ પણ અનેક અવસરો પર કહી ચૂક્યા છે કે સીએમ ઉમેદવાર પર સ્થિતિ સ્પષ્ટ હોવી જાેઈએ.