ટોમ ક્રૂઝને જાેઇ ફેન્સને લાગ્યો ઝાટકો, ઓળખવો મુશ્કેલ
મુંબઈ, હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝ દુનિયાનાં સૌથી ગુડલુકિંગ સ્ટાર્સમાંથી એક ગણાય છે. ટોમ ક્રૂઝની એક પબ્લિક અપિરિયન્સ દુનિયા ભરમં તેનાં ચાહકોનો દિવસ બનાવી દે છે. આ તસવીરો જાેઇ ફેન્સ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. કે ટોમ ક્રૂઝ જ છે કે અન્ય કોઇ.
ક્રૂઝ આ તસવીરોમાં ખુબજ અલગ દેખાઇ રહ્યો છે. ટોમ ક્રૂઝને જાેઇને લાગે છે કે તેણે ખાસ્સુ વજન વધારી દીધુ છે. તેનાં ચહેરો ખુબ ભારે લાગે છે. યૂએસમાં હાલમાં જ એક્ટર એક બેઝબોલ ગેમ જાેવાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે જેકેટ પહેરી રાખ્યું હતું.
ટોમ ક્રૂઝ સ્માઇલ કરતાં મેચ જાેતો નજર આવ્યો તેની તસવીરો ખુબજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઇએ ખે, ટોમ ક્રૂઝ જલ્દી જ ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ ૭’માં નજર આવવાનો છે. તે હાલમાં આ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.
ટોમ ક્રૂજનાં લૂક્સ અને એક્ટિંગનાં ફેન્સની સંખ્યા ઘણી મોટી છએ. તેની તસવીરો જાેઇ ઘણાં ફેન્સ કહી શકે કે તેણે સર્જરી કરાવી છે તેથી તેનો ચહેરો સોજાવાળો દેખાય છે. તો કેટલાંક ફેન્સ કહે છે કે, આ વ્યક્તિ ટોમ ક્રૂઝનો હમશક્લ તો નથીને.. તો ફેન્સ ટોમ ક્રૂઝને જાેઇને જેટલાં ઉત્સુક હતાં તેટલાં જ કન્ફ્યૂઝ પણ હતાં.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ટોમ ક્રૂઝ જલ્દી જ મિશન ઇમ્પોસિબલ ૭માંનજર આવશે. છેલ્લે તેને ‘મિશનઃ ઇમ્પોસિબલ ફોલઆઉટ’માં નજર આવ્યો હતો. આ ઉપરાંત એક્ટરની પાસે ફિલ્મ ‘ટોપ ગનઃ મેવરિક’ પણ છે. જેનું શૂટિંગ જલ્દી જ શરૂ થશે. ટોમ ક્રૂઝની ફિલ્મોનો દર્શકો આતુરતાથી રાહ જાેવે છે.SSS