Western Times News

Gujarati News

ટોરેન્ટે મંજૂરી વિના ખોદકામ કરી રૂ.૧ર.૩૦ લાખ પેનલ્ટી ન ચૂકવી

પૂર્વના વોર્ડમાં પાંચ વર્ષમાં મંજૂરી વિના ખોદકામ કરતા રૂ.૧૭.૩૦ લાખની પેનલ્ટી

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ ઝોનના (Ahmedabad city East Zone) આઠ વોર્ડમાં ટોરેન્ટ પાવર (Torrent Power) દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન સાથે ૧ર.૩૦ લાખની ઠગાઈ કરાઈ હોવાનું જણાયું છે. પૂર્વના તમામ આઠ વોર્ડમાં અપમાની મંજૂરી વિના ખોદકામ (Excavation without permission) કરતા તંત્ર તરફથી ટોરેન્ટ પાવરને કુલ રૂ.૧૭.૩૦ લાખની પેનલ્ટી (Penalty of Rs. 17.30 lakhs) કરાઈ છે. જેના પેટે કંપની દ્વારા હજુ સુધી માત્ર પાંચ લાખની રકમ ભરપાઈ કરવાની બાકી હોવા છતાં તંત્ર કે શાસકપક્ષના નેતાઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી.

આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે પૂછેલા (Jamalpur Shahnawaz Shaikh) પ્રશ્નના લેખીત જવાબમાં પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમીશર જે.એસ. પ્રજાપતીએ આપેલા લેખીત જવાબમાં વર્ષ ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ સુધીમાં ટોરેન્ટ પાવર દ્વારા પૂર્વ ઝોનમાં આવેલા ઓઢવ, નિકોલ, વિરાટનગર, ભાઈપુરા, રામોલ-હાથીજણ ગોમતીપુર, અને વસ્ત્રાલ  વોર્ડમાં અમપા (Odhav, Nikol, Viratnagar, Bhaipura, Ramol, Gomtipur, Vastral) (AMC ahmedabad municipal coroporation) ની મંજૂરી વગર ખોદકામ કરતા ટોરેન્ટ પાવરને વહીવટી ચાર્જ પેટે કુલ રૂ.૧૭,૯૧,૬૦૦ની પેનલ્ટી કરવામાં આવી હોવાનું જણાયું છે.

આ પેનલ્ટીની રકમ સામે કંપનીએ વર્ષ ર૦૧૯-ર૦માં પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. હજુ કંપનીએ અમપાને રૂપિયા ૧ર,૩૦,રપપની પેનલ્ટીની રકમ ચુકવવાની બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.