ટોરેન્ટ પાવરના એકિઝકયુટીવ પાસેથી મોબાઈલ અને રૂપિયા લૂંટી લીધા
અમદાવાદ, નારોલ વિસ્તારમાં વીજ ચોરી ચકાસણી કરવા ગયેલા ટોરેન્ટ પાવરના જુનીયર એકિઝકયુટીવને ત્રણ વ્યકિતઓએ અહી આવીને કેમ હેરાન કરો છો તેમ કહીને મોબાઈલ તેમજ રૂપિયા લુંટીને ટાંટીયા તોડી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે.
શાહપુર સ્ટાફ કવાર્ટસમાં રહેતા બ્રીજેશકુમાર ઠાકુરે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. બ્રીજેશકુમાર ટોરેન્ટ પાવરમાં જુનીયર એકિઝકયુટીવ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે બ્રિજેશકુમાર ટોરેન્ટ પાવર ઓફીસના સ્ટાફના માણસો સાથે હાજર હતા.
તે દરમ્યાનમાં બ્રીજેશકુમાર તથા નીલેશ શાહ તેમજ નિમેશ ગુપ્તા સાથે અન્ય કર્મચારી વીજ ચોરીની ચકાસણી કરવા માટે નારોલના દયારામ ફેકટરી પાસે તુફેલ પાર્ક જવા નીકળ્યા હતા. તેઓને ચેકીગ દરમ્યાન અહીં રહેતા મુસ્તાક આરબ તથા તેના દીકરા ઈસ્માઈલ આરબ, મોહસીન આરબે આવીને બ્રીજેશકુમારને કહયું કે તમે અવારનવાર અહી આવી અમને કેમ હેરાન કરો છો આમ કહેતા બ્રીજેશકુમારે કહયું કે અહી વીજ ચોરી થાય છે. જે અમે ચેક કરવા આવ્યા છીએ.
ત્યારબાદ ત્રણેયે ભેગા થઈને બ્રીજેશકુમાર પર ઉશ્કેરાઈ જઈને સ્ટાફના માણસો સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. ઈસ્માઈલે કહયું કે ઈનકે પાસે સે મોબાઈલ ફોન લે લો ઈન્હોને વીડીયો ઉતારા હૈ આમ કહીને બ્રીજેશકુમારનો મોબાઈલ લઈ લીધો હતો.
જેથી બ્રીજેશકુમારે તેમને ગાળો ન બોલવા અને શાંતિથી વાત કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા. ત્રણેય ભેગા થઈને બ્રિજેશકુમાર પાસેથી મોબાઈલ લુંટી લીધો સ્ટાફને પણ ફટકાર્યો હતો. ત્યારબાદ ધમકી પણ આપી કે અહીથી જતા રહો નહીતર ટાંટીયા તોડી નાખીશું.
ફરીવાર આવતા નહી જેથી બ્રીજેશકુમારે આ અંગે પોલીસને જાણ કરતાં તે ઘટના સ્થળ પર આવી ગઈ હતી. બ્રીજેશકુમારે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.