ટોલ આપ્યા વિના જ પ્રિયંકા ગાંધીની ૭૦ ગાડીઓ પસાર થઈ
નવીદિલ્હી, લખીમપુર ખીરી હિંસા કેસમાં પ્રિયંકા ગાંધી બારાબંકીની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે કાયદા અને નિયમને નેવે મૂકીને કોંગ્રેસ નેતાઓ બારાબંકીથી બહરાઈચ માટે નીકળ્યા હતા.
આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલો હાજર હતો. બારાબંકીના શહવપુર ટોલ પ્લાઝા પર આ કાફલો પહોંચ્યો તો પ્રિયંકા ગાંધીની ગાડી ઝડપથી ટોલને પાર કરી ગઈ. તેમની પાછળ કોંગ્રેસની અન્ય ગાડીઓ પણ ફટાફટ નીકળી. આ લગભગ ૭૦ ગાડીઓનો કાફલો હતો.
ઉલ્લેખનીય છે કે ટોલ પ્લાઝાના નિયમ અનુસાર એક વિશેષ શ્રેણીના લોકોના સિવાય પણ દરેકે ટોલ ટેક્સ ભરવો પડે છે. જાે કે આમ છતાં પ્રિયંકા ગાંધીના કાફલામાં રહેતી પાછળ ચાલી રહેલી ગાડીઓએ આ નિયમને માન્યો ન હતો. ન તો કોઈએ તેમના કાફલાને રોક્યો અને ન તો અન્ય ગાડીઓ પાસે ટોલ લેવામાં આવ્યો. જાે કે ટોલ કર્મીઓનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની ગાડીની પાછળ ચાલતી ગાડીઓ એટલી સ્પીડમાં જઈ રહી હતી કે તેમને અચાનક રોકી શકાતી ન હતી.
ટોલકર્મીઓએ જાણકારી આપી કે પ્રિયંકા ગાંધીના કાફલાની ૭૦ ગાડીઓને ટોલ ટેક્સ ન આપવા માટે ટોલકર્મીએ કહ્યું કે તેનાથી દ્ગૐછૈંને લગભગ ૧૦ હજારનુ નુકસાન થયું છે. જ્યારે પ્રિયંકા ગાંધીના કાફલાની તમામ ગાડીઓ અહીંથી ટૉલ ટેક્સ આપીને પસાર થવું જાેઈતું હતું. જાે કે કોઈ પણ સ્થાનિક કોંગ્રેસ નેતાનું ધ્યાન ન ગયું અને સાથે કોઈએ પણ પાછળથી ટોલ ભરવાની વાત પણ કરી ન હતી.HS