ટોસિલિઝુમેબ દવાના ઉપયોગથી કોરોનાના ૭૪ ટકા દર્દીઓની સ્થિતિમાં સુધારો : રિસર્ચ
આ અભ્યાસને ‘સેફ્ટી એન્ડ ઈફિસિયન્સી ઓફ ટોસિલિઝુમેબ ઈન ધ ટ્રિટમેન્ટ ઓફ સેવેર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ-૨ ન્યૂમોનિયા ઃ અ રિસ્ટ્રોસ્પેક્ટિવ કોહોર્ટ સ્ટડી’ શીષર્ક હેઠળ ઈન્ડિયન મેડિકલ જર્નલ ઓફ મેડિકલ બાયોલોજીના લેટેસ્ટ એડિશનમાં પબ્લીશ કરાયો હતો. આ રિસર્ચ ટીમમાં રાજ્યની કોવિડ-૧૯ કમિટીના સભ્ય ડો. અતુલ પટેલ અને ડો. તુષાર પટેલે ઉપરાંત દેશના ૬ એક્સપર્ટ અને અમેરિકાનું પણ યોગદાન છે.
આ રિસર્ચ પેપરના નિષ્કર્ષમાં લખાયું છે કે, દર્દીમાં જીછઇજી ર્ઝ્રફ-૨ ન્યૂમોનિયાથી તાવ, હાઈપોક્સિઆ, ઝ્રઇઁ અને ડ્ઢ-ડ્ઢૈદ્બીનિી સ્થિતિમાં સમયપર ટોસિલિઝુમેબનો ઉપયોગ જીવન બચાવી શકે છે. રિસર્ચમાં જણાવાયું છે કે, ૨૦ દર્દીઓ જેમને ટોસિલિઝુમેબ દવા અપાઈ હતી, તેમાંથી ૧૦ને ડાયાબિટિસ અને ૧૦ને હાઈપરટેન્શન તથા હાર્ટની સમસ્યા હતી. દર્દીઓની ઉંમર ૪૭થી ૬૩ વર્ષની વચ્ચે હતી. હોસ્પિટલમાં એડમિટ થતા સમયે ૧૭ દર્દીઓને તાવ હતો, ૧૨ને કફ અને ૧૦ને શ્વાસ લેવામાં તકલીફ હતી. જ્યારે બેને ઝાડા, ગળામાં દુઃખાવો અને સ્વાદ તથા સુગંધ નહોતી આવતી. આ ૨૦ દર્દીઓમાંથી ૭ને વેન્ટીલેટરની જરૂર નહોતી પડી.
કેવી રીતે ડોક્ટર્સને આ દવાનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવ્યો? તેના પર એક્સપર્ટ કહે છે, આ નિર્ણય ત્રણ બાબતોના આધારે લેવામાં આવે છે. જાે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૪ ટકાથી નીચે હોય, જાે ઝ્રઇઁ સામાન્ય કરતા ૧૦ ગણું વધુ હોય અથવા ૨૪ કલાકમાં ડબલ થઈ જાય અને જાે લોહીમાં પ્રત્યેક મિલિમિટરે ૨૫૦૦ નેનોગ્રામથી વધારે હોય તો આવી સ્થિતિમાં ડોક્ટર ટોસિલિઝુમેબનો ઉપયોગ કરે છે.