ટ્રંપની વિરૂધ્ધ મહાભિયોગની સુનાવણી આઠ ફેબ્રુઆરીથી
વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિરૂધ્ધ મહાભિયોગની સુનાવણી આઠ ફેબ્રુઆરીએ શરૂ થશે આ બીજીવાર મહાભિયોગની કાર્યવાહી થવા જઇ રહી છે ટ્પ અમેરિકી ઇતિહાસના પહેલા રાષ્ટ્રપતિ હશે જે બીજીવાર આ કાર્યવાહીનો સામનો કરશે મહાભિયોગના પ્રબંધકોએ ડોનાલ્ડ ટ્રંપને અમેરિકી સીનેટના પરીક્ષણમાં સાક્ષી આપવા માટે કહ્યું છે
જયારે ડોનાલ્ડ ટ્રંપના વકીલે તેમની વિરૂધ્ધ ચાલી રહેલ મહાભિયોગની પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી છે ટ્રંપની ટીમે તેની પાછળનું કારણ બતાવતા કહ્યું કે જયારે ટ્રંપ રાષ્ટ્રપતિ નથી આવામાં આ રીતની કાર્યવાહીને રદ કરવી જાેઇએ.
સીનેટમાં સુનાવણી પહેલા વકીલોએ શરૂઆતી પ્રક્રિયામાં આ વાત કહી છે ટ્રંપના વકીલ અનુસાર મહાભિયોગ ગેરકાયદેસર છે અને ટ્રંપ પર જાેગવાઇ લાગુ થતી નથી તે હવે રાષ્ટ્રપતિ નથી તેમણે કહ્યું કે મહાભિયોગ એવા વ્યક્તિ પર ચાલવવામાં આવે છે જેમની પાસે તેની સાથે જાેડાયેલ પદ હોય છે ટ્રંપ હવે રાષ્ટ્રપતિ નથી આથી તેમના પર મહાભિયોગ ચલાવી શકાય નહીં
બે ફેબ્રુઆરીએ ટ્રંપે મહાભિયોગને લઇ પોતાની કાનુની ટીમ જાહેર કરી હતી ટ્રંપ અનુસાર મહાભિયોગની સુનાવણી આઠ ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જયારે બીજીવાર મહાભિયોગની પ્રક્રિયાનો સામનો કરનારા ટ્રંપ અમેરિકી ઇતિહાસના પહેલા રાષ્ટ્રપતિ હશે.HS