Western Times News

Gujarati News

ટ્રંપ પર પૂર્વ મોડલે યોન શોષણનો આરોપ લગાવ્યો

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ચુંટણી અભિયાનને તે સમયે જાેરદાર આંચકો લાગ્યો જયારે એક પૂર્વ મોડેલે તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો મોડેલ એમી ડોરિસે આરોપ લગાવ્યો કે ૨૩ વર્ષ પહેલા ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ દરમિયાન ટ્રંપે તેમની સાથે જાેર જબરજસ્તી કરી હતી જાે કે ટ્રંપે આ આરોપોને ફગાવી દીધા છે તેમના વકીલોએ દાવો કર્યો છે કે ત્રણ નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિ ચુંટણી પહેલા તેમની તસવીર ખરાબ કરવા માટે આ રીતના આરોપ લગાવાઇ રહ્યાં છે.

વકીલોએ કહ્યું કે રાષ્ટ્રપતિએ કયારેય ખોટો વ્યવહાર કર્યો નથી તેમણે કહ્યું કે જાે આમ થયું હોય તો વીઆઇપી બોકસમાં હાજર લોકોએ આ જાેયું હશે તે સમયે એડીના બોયફ્રેડ રહેલ જેસન બિને તેના પર કોઇ ટીપ્પણી કરી ન હતી.
ડોરિસનું કહેવુ છે કે તે સમયે તેમના પુરૂષ મિત્ર રહેલ જેસન બિને તેને ટ્રંપ સાથે મિલાવ્યા હતાં એક અખબારને આપેલ મુલાકાતમાં ડોરિસે આરોપ લગાવ્યો કે મેચ દરમિયાન વીઆઇપી બોકસમાં ટ્રંપે તેમને ખુબ મજબુતીથી પકડી લીધી અને જબરજસ્તી કીસ કરી તેમણે જયારે ટ્રંપને હટાવવાનો પ્રયાસ કર્યો તેમણે મને વધુ મજબુતાઇથી પકડી લીધી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.