ટ્રંપ પ્રશાસનની યોજના તમામ નાગરિકોને મફતમાં કોવિડ ૧૯ની દવા મળે
વોશિંગ્ટન, અમેરિકામાં કોરોના વાયરસના વધતા મામલાની વચ્ચે એક રાહત વાળા સમાચાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસને કોવિડ ૧૯ના ટીકાને લઇ પોતાની યોજનાનો ખુલાસો કરવાની સાથે તેના પર કામ પણ શરૂ કરી દીધુ છે. આ બેઠળ દેશના તમામ નાગરિકોને ટીકા મફતમાં મળશે. ખાસ વાત એ છે કે ટીકાનું વિતરણ જાન્યુઆરી મહીનાથી શરૂ થવાની વાત આ યોજનામાં કહેવામાં આવી છે અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગ અને રક્ષા વિભાગે સંયુકત રીતે આ યોજનાથી જાેડાયેલ બે દસ્તાવેજાેને જારી કર્યા છે. તેમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે ટ્રંપ પ્રશાસનની વેકસીન વિતરણ રણનીતિને રેખાંકિત કરવામાં આવી છે.
એચએચએસ સચિવ એલેકસ અજારે કહ્યું કે અમે બીજા રાજયો અને સ્થાનિક આરોગ્ય ભાગીદારોની સાથે પણ કામ કરી રહ્યાં છીએ જેથી અમેરિકામાં દરેક કોઇને કોરોના વેકસીન મળી શકે અમેરિકી લોકોને માહિતી હોવી જાેઇએ કે વિજ્ઞાન અને ડાટાની મદદથી વેકસિન બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. નિવેદન જારી થયા બાદ પ્રારંભિક માહિતીથી ખબર પડે છે કે હજુ સીમિત માત્રામાં જ વેકસીન ઉપલબ્ધ છે અને પુરૂ ધ્યાન આરોગ્ય કર્મચારીઓ,આવશ્યક કાર્યોમાં લાગેલ બીજા કર્મચારીઓ અને વંચિતોની સુરક્ષા પર છે.
વેકસીનના વિતરણમાં પેટાગન પણ સક્રિય રીતે સામેલ થશે નાગરિક સ્વાસ્થ્ય કર્મી જ વેકસીનના ટીકા લગાવશે અજારે નિવેદનમાં કહ્યું કે ઓપરેશન વાર્પ સ્પીડ હેઠળ અમે મહીનાથી કામ કરી રહ્યાં છીએ જેથી લોકોને કોરોના વેકસીનના પ્રભાવી ટીકા ઉપલબ્ધ કરાવી શકાય અને જે તમામ માનકો પર પણ ખરા ઉતરે.HS