ટ્રંપ સટ્ટાબાજાેની પહેલી પસંદ જયારે બિડેનને સર્વેમાં સરસાઇ
વોશિંગ્ટન, અમેરિકામાં આ વર્ષ નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચુંટણી પર દુનિયાની નજર ટકેલી છે ડેમોક્રેટિક પાર્ટીથી કિસ્મત અજમાવી રહેલ જાે બિડેનનો મુખ્ય મુકાબલો વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી છે.અમેરિકી ચુંટણી પર દુનિયાભરના સટ્ટાબાજાેની પણ નજર છે ચુંટણી પૂર્વ સર્વેક્ષણોમાં રિપબ્લિકન ઉમેદવાર ટ્રંપ પર બિડેનની સરસાઇ બનેલ છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાઇ અને બ્રિટીશ સટ્ટાબાજ હજુ પણ ટ્રંપ પર જ પૈસા લગાવી રહ્યાં છે તેમને લાગે છે કે આવનારા દિવસોમાં સ્થિતિ બદલાઇ જશે અને ટ્રંપ પોતાના હરફ બિડેનને ચુંટણીમાં પરાજય આપશે.
બ્રિટેનના સટ્ટાબાજાેએ કહ્યું કે તેમાં કોઇ શંક નથી કે લોકો ટ્રંપના સમર્થનમાં વધુ છે.ટ્રંપના પક્ષમાં અત્યાર સુધી ૯૫ કરોડથી વધુ રૂપિયા દાવ પર લાગી ચુકયા છે એક ઓસ્ટ્રેલિયાઇ સટ્ટાબાજે કહ્યું કે મેં રિપબ્લિકન સંમેલનના પહેલા જ ૨૧ દાવ લગાવ્યા હતાં તેમાં તમામમાં મને જીત મળી છે. મેં નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચુંટણીને લઇને પણ ટ્રંપ પર જ દાવ લગાવી રહ્યો છું આથી મેં ૧૫ હજાર ડોલરની રકમનો ઉપયોગ કર્યો છે.
આયરલેન્ડના એક સટ્ટાબાજે કહ્યું કે કોરોના મહામારીના કારણે સટ્ટાબાદીમાં આવેલ મંદી બાદ હવે ફરીથી ટ્રંપના પક્ષમાં થઇ રહેલ કમાણીના કારણે માર્કેટ વધ્યું છે બજાર રિસર્ચ કંપનીઓ પણ ટ્રંપ પર જ દાવ લગાવી રહી છે રિપોર્ટ અનુસાર ટ્રંપ પર પૈસા લગાવનારાને ૯૦ ગણા વધારે લાભ મળતો જાેવા મળી રહ્યો છે.અમેરિકામાં સટ્ટાબાજી ગેરકાયદેસર છે આથી સટ્ટાબાજીથી જાેડાયેલ તમામ ગતિવિધિ વિદેશી વેબસાઇટો પર જ થઇ રહી છે ગેરકાયદેસર હોવાને કારણે તેને અમેરિકામાં લોકો ચોરી છુપી ખોલી શકે છે.HS