Western Times News

Gujarati News

ટ્રંપ સરકારે એચ-૧બી વીઝા પર નવો પ્રતિબંધ લગાવ્યો

વોશિંગ્ટન, અમેરિકાની ડોનાલ્ડ ટ્રંપ સરકારે સ્થાનિક કામદારોની સુરક્ષા માટે ચુંટણી પહેલા એચ૧બી વીઝાને લઇ નવા પ્રતિબંધ લગાવી દીધા છે. આ એક એવું પગલુ છે જેનો ભારતના હજારો આઇટી માહિતી ટેકનોલોજીના ધંધાદારી પર પ્રભાવ પડવાનું અનુમાન છે.

અમેરિકાના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર અંતરિમ નિયમથી વિશેષ વ્યવસાયની પરિભાષા દ્વારા સંકુચિત થઇ જશે કંપનીઓ વિશેષ વ્યવસાયની પરિભાષાના આધાર પર બહારી કર્મચારીઓ માટે એચ ૧ બી વીજાની અરજી કરે છે ટ્રંપ સરકારે આ પરિવર્તન એવા સમયે કર્યું છે. જયારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીમાં હવે ચાર અઠવાડીયાથી પણ ઓછો સમય બચ્યો છે.
એચ-૧બી એક બિન આવ્રજક વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓને એક વિશેષ વ્યવસાયોમાં નિયુક્તિ કરવાની મંજુરી આપે છે.જેમાં સૈધ્ધાંતિક કે ટેકનોલોજી વિશેષજ્ઞતાની આવશ્યકતા હોય છે.ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોથી પ્રત્યેક વર્ષ હજારો કર્મચારીઓ નિયુકત કરવા માટે આ વીઝા પર નિર્ભર છે.

એચ ૧બી વીજાની જાેગવાઇને કડક કરવામાં આવવાને કારણે પહેલા જ મોટી સંખ્યામાં ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે અને કોરોના વાયરસ મહામારી દરમિયાન ઘરે પાછા આવી રહ્યાં છે મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા નિયમ ૬૦ દિવસોમાં પ્રભાવીત થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.