ટ્રકનું ટાયર ફાટતા આગ લાગી, ક્લીનરના હાથના ફૂરચેફૂરચા નીકળી ગયા

મોડાસા-અમદાવાદ રોડ પર રહિયોલ ફાટક નજીક ધ બર્નિંગ ટ્રકની ઘટના
મોડાસા, ઉનાળાની વિદાયની ઘડીઓ વચ્ચે અસહ્ય ગરમીનો પ્રકોપ અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી પસાર થતા વાહનોમાં પર પડી રહી હોય તેમ સતત વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે અમદાવાદ-મોડાસા હાઈવે પર રહિયોલ ફાટક નજીક રાજસ્થાન તરફથી પુના જઈ રહેલા ટ્રક-કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી
ટ્રક-કન્ટેનર માં માર્બલનો પાવડર સહીત ટ્રક આગમાં ખાખ થઇ ગઈ હતી ટ્રક્નું ટાયર ફાટતા ક્લીનરના હાથના ફુરચેફુરચા નીકળી ગયા હતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથધર્યા હતો ટ્રકમાં આગ લાગતા રોડ પરથી પસાર થતો વાહન વ્યવહાર થંભી ગયો હતો
રાજસ્થાનના રાજસમંદમાંથી માર્બલનો પાવડર ભરેલી ટ્રક પુના જવા રવાના થઇ હતી શનિવારે રાત્રે ધનસુરાના રહિયોલ રેલવે ફાટક નજીક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી રોડ બાજુમાં ઉભી રાખી દીધો હતો. થોડી મિનિટોમાં ટ્રક-કન્ટેનરમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રક આગમાં સ્વાહા થઇ ગયો હતો
ટ્રકનું ટાયર ફાટતા નજીકમાં ઉભેલ ક્લીનરના હાથે અને આંખે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનીક હોસ્પીટલ ખસેડાયો હતો મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ અન્ય સ્થળે ન ફેલાય તે માટે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથધર્યા હતા ટ્રકમાં આગ લાગતા રોડની બંને સાઈડ ટ્રાફિકજામ સર્જાતા ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો