Western Times News

Gujarati News

ટ્રકમાંથી ઉતરેલા ડ્રાઇવરનું કન્ટેનરની અડફેટે મોત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ પર આજે વહેલી સવારના સમયે ટ્રક ઉભી રાખી ઢીલો થયેલ રસ્તો ડ્રાઇવર અને કંડકટરખેંચતા હતા તે વખતે પુરપાટ આવેલ કન્ટેનર ટ્રક એ ડ્રાઇવરને ટક્કર મારી ફરાર થઈ જતા શરીર ગંભીર ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે

મળતી માહિતી મુજબ કઠલાલ નજીક અમદાવાદ ઈન્દોર હાઇવે રોડ પરના ઓવર બ્રિજ પાસે વહેલી સવારના પોણા ત્રણેક વાગ્યાના સુમારે ટ્રક સાઈડમાં ઊભી રાખી ચાલક વિજયભાઈ અમરસિંહ પગી અને ટ્રકના કંડકટર મુકેશભાઈ મંગળભાઈ પગી બન્ને રહે.ગામ પટીયા ભેંસાલ પગી ફળીયું તા. શહેરા, જી પંચમહાલ ટ્રક ના પાછળના ભાગે મારેલ ઢીલો થઈ ગયેલ રસ્સો ખેંચતા હતા

આ સમયે હાઇવે રોડ પર અમદાવાદ તરફથી પૂરપાટ આવતી એક કન્ટેનર ટ્રક રસ્સો ખેંચતા ચાલક વિજયભાઈ પગીને ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી જેના પગલે માથા તેમ જ શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી ચાલક વિજયભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું કઠલાલ પોલીસે આ અંગે અજાણી કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.