Western Times News

Gujarati News

ટ્રકમાં દવાના બોક્સની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાનો કીમિયો શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો

રાજસ્થાન:રાજસ્થાનમાંથી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવે છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવતા હોય છે

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા પોલીસ નાકાબંધી જોઈ ટ્રક રોડ નજીક રાખી નાસી જતા બિનવારસી ટ્રકમાંથી શામળાજી પોલીસે દવાની આડમાં અને લોખંડની પાઈપો નીચે સંતાડેલ રૂ.૧૪.૫૪ લાખનો વિદેશી દારૂ સહીત કુલ રૂ.૩૮.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાં નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતી ટ્રક (ગાડી.નં-ઇત્ન-૩૧-ય્છ-૬૦૯૬ ) નો ચાલક અને ક્લીનર ટ્રક મૂકી નાસી છૂટતા પોલીસે રોડ નજીક પડેલી ટ્રકમાંથી દવાના બોક્સ, રોલ અને લોંખડની પાઈપો હટાવતા નીચેથી વિદેશી દારૂની પેટી-૩૦૩ કુલ બોટલ નંગ-૩૬૩૬ કીં.રૂ. ૧૪૫૪૪૦૦/- તથા લોંખડ પાઈપનો જથ્થો કીં.રૂ.૧૪૩૧૭૩૬/- અને ટ્રકની કીં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા. ૩૮૮૬૧૩૬/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ટ્રક- ક્લીનર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.