Western Times News

Gujarati News

ટ્રકે કારને ટક્કર મારતા કારના બે ઉભા ફાડીયા થઇ ગયા : અકસ્માતમાં બાયડના વધુ એક આશાસ્પદ યુવાન વેપારી દિગંત પટેલનું કમકમાટી ભર્યું મોત

અરવલ્લી જિલ્લામાં ખનીજ સહીત અન્ય માલસામાન ઓવરલોડ ભરી બેફામ રીતે વાહનો હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા જિલ્લા પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર દ્વારા ઓવરલોડેડ ટ્રકો અને ડમ્પર ચાલકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે.બાયડના નામાંકીત ડોક્ટર દંપતીનું કારમાં ભડથું થઇ જવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં બાયડના આશાસ્પદ યુવાન વેપારીનું મોત  નીપજ્યું હતું

ધનસુરા-હિંમતનગર હાઈવે પર કિશોરપુરા ચોકડી નજીક ટ્રકે ધડાકાભેર કારને ટક્કર મારતા કારણ બે ઉભા ફાડીયા થઇ જતા કારમાં સવાર બાયડના યુવાન વેપારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કારમાં સવાર મહિલા અને બાળકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા બાયડના યુવાન વેપારીનું મોત થતા પંથકમાં ભારે શોકગની છવાઈ હતી

પ્રાપ્ત માહીતી અનુસાર, બાયડમાં કિરાણાની દુકાન ધરાવતા દિગંત પટેલ તેમના પરિવાર સાથે હિંમતનગર કાર લઈને નીકળ્યા હતા ધનસુરા-હિંમતનગર હાઈવે પર કિશોરપુરા ચોકડી નજીક માતેલા સાંઢની માફક આવી રહેલા ટ્રકે ધડાકાભેર કારને ટક્કર મારતા કારના બે ટુકડા થવાની સાથે કડૂચાલો વળી ગયો હતો ટ્રકની ભયાનક ટક્કર થી ટક્કરનો અવાજ સાંભળી કોઈ અનહોની ઘટના બની હોવાના અણસાર સાથે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં જ યુવાનનું મોત થતા મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો

કારમાં સવાર મહિલા અને બાળકીનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટનાના પગલે મૃતક યુવકના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી અકસ્માતને પગલે દોડી આવેલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.