ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યા
ખેડા, ખેડા જિલ્લામાં થયેલા અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. કપડવંજથી મોડાસા રોડ પર આ અકસ્માત થયો છે. જ્યાં એક આઇસર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે ઓવરટેક કરવાના ચક્કરમાં આ અકસ્માત થયો હતો.
આ બનાવમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે વાત્રકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ થયા બાદ કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ખેડાના કપડવંજથી મોડાસા રોડ પર કાવઠ પાટીયા પાસે આઇસર અને આઇટ્વેન્ટી કાર વચ્ચે ટક્કર થઈ હતી.
આ ટક્કર ઓવરટેક કરવાના ચક્કરમાં થઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત વહેલી સવારે થયો હતો.
બનાવ બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને હૉસ્પિટલ ખસેડ્યો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે આઇસર ટ્રકના આગળના ભાગને નુકસાન થયું છે. જ્યારે કારના આગળના ભાગનો પણ ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતનો બીજાે એક બનાવ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે.
બનાસકાંઠાના અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર મોડી રાત્રે વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર ૧૦ મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમીરગઢ પાસે નેશનલ હાઈવે પર અકસ્માતનો સીલસીલો યથાવત રહ્યો છે.
બનાવને પગલે અમીરગઢ પોલીસ અને એલ એન્ડ ટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. બસમાં ૩૦થી વધુ મુસાફરો સવાર હતા. જાેકે, અકસ્માત દરમિયાન મોટી જાનહાની ટળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસમાં આ નેશનલ હાઈવે પર આ ચોથો અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી જાેરદાર હતી કે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.SSS