ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતાં બાઈક સવાર મહિલાને ગંભીર ઈજા.

બાઈક સવાર કરજણથી કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા : બાઈક ઉપર સવાર મંગેતર પૈકી બહેનને પગના ભાગે ગંભીર ઈજાઓ.
ઈજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાઈ.
અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા.
(વિરલ રાણા) ભરૂચ,આમોદની શમાં ચોકડી પાસે ગત રોજ બપોરના સમયે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતાં બાઈક સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.
આમોદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદની શમાં ચોકડી પાસે કરજણ તાલુકાના શનાપુર ગામથી બાઇક લઈને આમોદ તાલુકાના કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળેલા મંગેતર અમિષાબેન વસાવા તથા સુનિલભાઈ વસાવાની મોટર સાઈકલને ટ્રક નંબર HR 74 A 6445 ના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી.
જેથી બાઇક ઉપર સવાર અમિષાબેન વસાવાને જમણા પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી.તેમજ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.ત્યાર બાદ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત અમિષાબેન વસાવાને સૌપ્રથમ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે ઈજાગ્રસ્ત અમિષાબેનના ભાઈ રાજેશ રમેશ વસાવાએ મોડી રાત્રે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બાઈક સવાર અમિષાબેનની સગાઈ વાગરા તાલુકાના અલાદરા ગામે રહેતા સુનિલ વસાવા સાથે થઈ હતી.જે બંને મંગેતર બાઈક લઈને કાંકરિયા ગામે લગ્ન પ્રસંગમાં જતાં હતાં તે વેળા આમોદની શમાં ચોકડી પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.