ટ્રક ટ્રાન્સપોર્ટ્સ ફેબ્રુઆરીમાં દેશભરમાં ૨ વાર હડતાલ કરશે
નવીદિલ્હી: ડીઝલના વધતા ભાવ અને સાથે ઈ-વે બિલ સંબંધિત મુદ્દાની સાથે સાથે સ્ક્રેપિંગની પોલીસી જેવા મુદ્દાઓથી નારાજ ટ્રક ટ્રાન્સપોર્ટ્સે હડતાલ પર જવાનો ર્નિણય કર્યો છે. એક તરફ ધ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે (એઆઇએમટીસી) પહેલાં પોતાની માંગને લઈને સરકારને ૧૪ દિવસનો સમય આપીને દેશભરમાં હડતાલની જાહેરાત કરી છે. આ સમયે જ વ્યાપારિક સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ્સ વેલફેર એસોસિયેશને તેનાથી અલગ ૨૬ ફેબ્રુઆરીએ એક દિવસ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે.
આ સમયે ૨ હડતાલનું આયોજન થઈ શકે છે. પહેલી હડતાલ ૨૬ તારીખે થશે તો અન્ય હડતાલ માંગ ન માનવાની સ્થિતિમાં થોડા દિવસ બાદ જાહેર કરાશે.
એઆઇએમટીસીની વાત કરીએ તો તેઓએ પહેલાં માંગ ન માનવાની સ્થિતિમાં દેશભરમાં હડતાલની જાહેરાત કરી હતી. પછી ૨૬ ફેબ્રુઆરીએ થનારી હડતાલથી પોતાને અલગ કરી લીધા.એઆઇએમટીસીના મહાસચિવે કહ્યું કે એક રાજનીતિક સંગઠનની સાથે જાેડાયેલા એક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની સાથે વ્યાપારી સંગઠને ૨૬ ફેબ્રુઆરીએ ઈ-વે બિલના મુદ્દા પર દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી.
ગર્વનિંગ કાઉન્સિલમાં એવી કોઈ ચર્ચા થઈ નથી અને આ ફક્ત કેટલાક વ્યક્તિઓનો ર્નિણય છે. તેઓએ કહ્યું કે આ ર્નિણયમાં અમારો ભાગ નથી અને અમારા ૯૫ લાખ ટ્રક આ દિવસે દેશમાં સપ્લાય ચાલુ રાખશે અને કામ કરશે. આ સાથે પરિવહન કંપનીના બુકિંગ ઓફિસ પણ ખુલ્લા રહેશે.
એઆઇએમટીસીની ગર્વનિંગ કાઉન્સિલની આપાત બેઠકમાં કરાતી ચિંતાને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ સહિતને પ્રભાવિત કરનારી આ મુદ્દા સાથે સમાધાન માટે સરકારને વાર્તા પ્રક્રિયા શરૂ કરવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. જાે સરકાર ભારતના સડક પરિવહન ક્ષેત્રના મુદ્દા પર સંવેદનશીલ બનશે નહીં તો આ હડતાલ માટે ગર્વનિંગ કાઉન્સિલની એક વધુ બેઠક બોલાવાશે અને તારીખ નક્કી કરાશે.