ટ્રક ડ્રાઈવરને ટોલ ટેક્સના નામે ૪૩ લાખ કપાઈ ગયા
સિડની, ટોલ કંપનીના કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ટ્રક ડ્રાઈવરને એવો જબરદસ્ત ઝટકો લાગ્યો કે તેના તો હોશ જ ઉડી ગયા. ટોલ ટેક્સના નામે તેના એકાઉન્ટમાંથી ધીરે ધીરે કરીને ૫૭ હજાર ડોલર એટલે કે લગભગ ૪૩ લાખ રૂપિયા કપાઈ ગયા.
તેની ભૂલ માત્ર એટલી જ હતી કે તે ‘ન્યૂ સાઉથ વેલ્સ’ના એક ટોલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. એકવાર તો ટ્રાન્સપોર્ટ એજન્સીએ વ્યક્તિ પાસેથી લગભગ ૧૩ લાખ રૂપિયા જેટલા વસૂલી લીધા. રિપોર્ટ મુજબ સિડનીના ટ્રક ડ્રાઈવર જેસન ક્લેન્ટનના એકાઉન્ટમાંથી દર વખતે લગભગ ૭૫ હજાર રૂપિયા કપાયા. આ પ્રકારે કુલ ૫૭ હજાર ડોલર (૪૩ લાખ)નો ઝટકો લાગ્યો.
જ્યારે જેસને આ ભૂલ બદલ ટ્રાન્સપોર્ટ કંપની પાસેથી પોતાના પૈસા પાછા માંગ્યા તો કંપનીએ તેને એકાઉન્ટમાં રિફંડ આપવાની ના પાડી દીધી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને રોડ એજન્સીએ કહ્યું કે તેઓ જેસનના પૈસા ક્રેડિટ નોટ દ્વારા પરત કરશે.
જેસન એ ૪૫ હજાર ઈ ટોલ યૂઝર્સમાંથી એક છે જેની પાસેથી ટોલ રોડ ઉપયોગ કરવા બદલ ભૂલથી રેગ્યુલર ચાર્જ કરતા અનેક ગણા પૈસા વસૂલાયા. કંપનીની ભૂલના કારણે જેસન ક્લેન્ટનના એકાઉન્ટમાંથી ટોલના નામે ભારે ભરખમ રકમ કપાતી રહી.
જ્યારે તેને તેનો અહેસાસ થયો ત્યારે તેણે તરત જ પોતાનું ટોલ એકાઉન્ટ બંધ કરાવી દીધુ. પરંતુ ત્યાં સુધીમાં તો મોટો ઝટકો લાગી ચૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાના ૨ય્મ્ રેડિયો સાથે વાત કરતા જેસને કહ્યું કે ન્યૂ સાઉથ વેલ્સ અને ઈ ટોલે મારી સાથે ભદ્દી મજાક કરી છે.
હું સંપૂર્ણ રીતે નિરાશ છું. મને ક્રેડિટ નોટનું ઓપ્શન જરાય નથી જાેઈતું. આ બાજુ ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટના ચીફ ઓપરેશન ઓફિસર હાવર્ડ કોલિન્સે આ ઘટના પર માફી માંગી છે. તેમણે કહ્યું કે કંપની તે તમામ ડ્રાઈવરોને રિફંડ આપશે જેમની પાસેથી વધુ પૈસા વસૂલાયા છે.
રોડ મિનિસ્ટર નેટલી વાર્ડે પણ માફી માંગી અને કહ્યું કે આવી ભૂલ નહતી થવી જાેઈતી. તેમણે કહ્યું કે જ્યારે એક એકાઉન્ટમાંથી પૈસા કપાયા તો પછી તે એકાઉન્ટમાં પૈસા પાછા થવા જાેઈએ.
મંત્રીએ દાવો કર્યો કે ન્યૂ સાઉથ વેલ્સ ટ્રાન્સપોર્ટે બધાને રિફંડ કરી દીધુ છે. તેમણે લોકોને થોડી રાહ જાેવાનું કહ્યું. કારણ કે શક્ય છે કે બેંકમાં વિલંબના કારણે પૈસા મળવામાં થોડો સમય લાગી રહ્યો હોય.SSS