ટ્રક કન્ટેનર છૂટું પડી રીક્ષા પર પડ્યું, કલાકો સુધી રીક્ષા ચાલક કન્ટેનર નીચે દટાયેલો રહ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ભારવાહક વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકરતા હોવાથી છાસવારે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે મોડાસાના હજીરા વિસ્તારમાં સર્જાયેલ વીચીત્ર અકસ્માતની ઘટના બની હતી જેમાં શામળાજી તરફથી આવી રહેલ ટ્રક-કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક-કન્ટેનર પલ્ટી ગયા બાદ ટ્રકમાંથી કન્ટેનર છૂટી પડી રીક્ષા પર ખાબકતા રીક્ષાનો કડૂચાલો વળી ગયો હતો
રીક્ષા ચાલક કન્ટેનર નીચે દટાતા લોકો દોડી આવ્યા હતા રીક્ષા ચાલકને કન્ટેનરની નીચે થી લોકોએ કલાકોની મહેનત બાદ મહામુસીબતે લોકોએ બહાર કાઢ્યો હતો
રીક્ષા ચાલક કલાકો સુધી મોત સામે ઝઝૂમ્યો હતો બેકાબુ ટ્રકે રોડ નજીક પાર્ક કરેલી સ્કોર્પિઓ સહીત અન્ય કારને પણ અડફેટે લેતા ભારે નુકશાન થયું હતું સદ્નસીબે જાનહાની ટળી હતી
મંગળવારે સવારે સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા મોડાસા-શામળાજી હાઈવે પર હજીરા વિસ્તારમાં બનેલ અજીબો ગરીબ અકસ્માતમાં લોકોની અવર-જવર ઓછી હોવાથી મોટી જાનહાની ટળી હતી શામળાજી તરફથી આવતા ટ્રક-કન્ટેનર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક-કન્ટેનર બેકાબુ બન્યું હોવાનું રોડ પરથી પસાર થતો
રીક્ષા ચાલક જોતા મોત સામે જોઈ રીક્ષા ચાલકે બ્રેક મારી દીધી હતી ટ્રક ડિવાઈડર કુદાવતા પાછળ રહેલ કન્ટેનર છૂટું પડી રીક્ષા પર ખાબકતા રીક્ષાનો કડૂચાલો વળી ગયો હતો રીક્ષા ચાલક કન્ટેનર નીચે દટાઈ જતા ભારે હોહા મચી હતી રીક્ષા ચાલકને બચાવવા લોકોએ ભારે જહેમત બાદ કન્ટેનર નીચેથી બહાર કાઢ્યો હતો સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો સામે આવેલા સીસીટીવી જોઈને ભલભલા ધ્રુજી જાય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા
ટ્રક કન્ટેનરમાં ભરેલ પેપર રોલ ગગડીને આગળ નીકળી ગયા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું.
રોડ પર રીક્ષા સિવાય કોઈ વાહન ન હોવાથી અકસ્માત વખતે મોટી જાનહાની ટળી હતી.