ટ્રમ્પના આદેશથી અમેરિકામા ભારતીયોને નોકરી નહી
નવીદિલ્હી, અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧ બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોમવારે એચ-૧બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. જેમાં અમેરિકન નાગરિકોને વિદેશી પ્રોફેશનલ્સને રાખવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે અમારો સીધો નિયમ છે અમેરિકનોને રાખો. અમેરિકાના શ્રમ મંત્રીએ આ ર્નિણયને લઈને એચ ૧બીના નામ પર છેતરપિંડી રોકવા અને અમિરકનોના હિતની રક્ષા કરવા માટે આ પગલા ભરવામાં આવ્યા છે. ચુંટણી સમયે ટ્રમ્પના આ પગલા અમેરિકન શ્રમિકો માટે મદદરુપ માનવામાં આવી રહ્યા છે. પરંતુ એ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે જેઓ એચ૧બી વિઝા પર અમેરિકામાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દોઢ મહિના પહેલા એચ-૧ બી વિઝાને રોકવા માટેનું એલાન કર્યુ હતુ. ટ્રમ્પે કોરોનામાં નોકરી ગુમાવનારા અમેરિકનોના હિતનો વિચાર કરી આ ર્નિણય લીધો છે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાથે ચીની એપ ટિકટોકને લઈને કડક વલણ દાખવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ૧૫ ઓગસ્ટ સુધી તેઓ પોતાના બિઝનેશ કાં તો વેચી દે કાં તો બંધ કરી દે. જો ડીલ નહીં થાય તો તેઓ ટિકટોક બંધ કરી દેશે.