ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા લઈને ચિંતા જાહેર કરી
વોશિંગટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમેરિકાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની વર્તમાન સ્થિતિને લઈને ચિંતા જાહેર કરી અને આ મુદ્દાને ભારતીય અધિકારીઓ સમક્ષ પણ ઉઠાવ્યો છે. ભારતમાં નાગરિકત્વ સુધારા કાયદા (CAA)ને લઈને વ્યાપક સ્તર પર ચાલુ પ્રદર્શન વચ્ચે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ પ્રકાશિત ના કરવાની શરત પર જણાવ્યુ કે, તેઓએ ભારતની વર્તમાન સ્થિતિને લઈને ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિ વિશે ચિંતા જાહેર કરી છે. આ અધિકારીઓ તાજેતરમાં જ ભારત યાત્રા પર આવ્યા હતા. તેમણે બુધવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે, ભારતમાં જે થઈ રહ્યુ છે, તેને લઈને અમે ચિંતિત છે. મેં ભારતીય વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરી છે. મેં ભારતીય રાજદૂત સાથે પણ વાત કરી હતી.
અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓના 27 રાષ્ટ્ર માટે ‘ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ એલાયન્સ’ જારી કર્યા બાદ આ નિવેદન આવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, અમેરિકાએ તેમાંથી કેટલાક મુદ્દા પર મદદ કરવાના અને સાથે મળીને તેના નિરાકરણ માટે પ્રસ્તાવ મુક્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, મારા માટે, મોટા ભાગની જગ્યાઓ પર શરૂઆતી પગલો એ હોય છે કે, અમે તે મુદ્દાના નિરાકરણ માટે તમારી કેવી રીતે મદદ કરી શકીએ છીએ, જ્યાં ધાર્મિક ઉત્પીડન નથી થયો. આ પ્રથમ પગલો હોય છે, શું અમે અમે તે મુદ્દા પર તમારી મદદ કરી શકીએ છીએ.
જ્યારે ભારત સતત કહી રહ્યો છે કે, ભારતીય બંધારણ લઘુમતિ સમુદાય સહિત તેના બધા નાગરિકોના મૌલિક અધિકારીની ગેરન્ટી આપે છે. ઉલ્લેખનિય છે કે, CAA મુજબ ધાર્મિક પ્રતાડનાથી હેરાન થઈને 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAAના વ્યાપક વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને તેનો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, કાયદા કોઈની નાગરિકતા લેવા માટે નથી, પરંતુ નાગરિકતા આપવા માટે છે.