ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ના G20 લૂકને લોકોએ ખૂબ વખાણ્યો
વોશિંગ્ટન: ડોનલ્ડ ટ્રંપ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી રહ્યાં. તેથી હવે ટ્રંપની એટલી બધી ચર્ચા નથી થતી. જાેકે, તેમની પુત્રી ઈવાન્કા હજું પણ પહેલાંની જેમ જ ચર્ચામાં રહે છે. ભલે ઈવાન્કા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી હોય પણ ઈવાન્કાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ઈવાન્કા પહેલાં એક મોડેલ હતી. ત્યારબાદ, તેણે પોતાની એક બ્રાન્ડ પણ શરૂ કરી છે. ઈવાન્કાને એક ફેશન આઈકોન તરીકે પણ જાેવામાં આવે છે. ઈવાન્કાનું ડ્રેસિંગ બિઝનેસ એટાયરના કારણે ખૂબ જ એલિગન્ટ લાગે છે. ઈવાન્કાની આ ડ્રેસ પર્શિયન આઉટફિટમાંથી ઈન્સપાયરડ છે.
ફ્લોરલ ડિઝાઈનર પીચ સકર્ટ સાથે ટર્ટલનેક સ્વેટર ખૂબ એલિગન્ટ લાગી રહ્યું છે. જ્યારે, તેના આ ડ્રેસને બ્લેક એન્કલ્ડ સ્ટ્રેપ પંપસ્ સેન્ડલ પરફેક્ટ મેચ લાગે છે. ઈવાન્કાનો આ ડ્રેસ એક પરફેક્ટ બિનેઝસ વૂમનનો એટાયર છે. એક સોફેસટિકેટેડ સલ્વિલેસ અલ્ટઝૂરા ડ્રેસ સાથે તેના ગ્લેડિયેટર સેન્ડલ્સ અને ગોલ્ડન કેટ આઈ સનગ્લાસિસ તેના પર શોભિ રહ્યા છે. ઈવાન્કાનો જી૨૦નો લૂક ખૂબ વખાણવામાં આવ્યો હતો. જેમાં, જર્મનીના હેમબર્ગમાં ઈવાન્કા ગ્રીન કલરના જમ્પ શૂટમાં ખૂબ સુંદર લાગી રહી છે.
તેના પગમાં બ્લેક હિલ્સ પણ સુંદર લાગી રહ્યા છે. ઈવાન્કા તેના બિઝનેસ ડ્રેસ માટે ફેમસ છે. પણ, તેનો ૨૦૧૫ના ત્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલના ડ્રેસમાં તે કોઈ અભિનેત્રીથી ઓછી બ્યુટીફૂલ નથી લાગતી. ઈવાન્કા દરેક ટાઈપના ડ્રેસમાં હોટ લાગે છે. ત્યારે, તે પાર્ટી વેર ડ્રેસમાં પણ ખૂબ સુંદર લાગે છે. નેશનલ ગવર્નર એસોસિએશનના ડિનર નાઈટમાં ઈવાન્કાએ નેવી બ્લૂ ગાઉન પહેર્યું હતું. જેમાં, ડિટેલ્ડ ટોપની પેટર્ન છે અને સ્ટાઈલિસ સ્ટિલ કટ છે.